________________
[ ૧૫૬ ]
શ્રી કપૂરવિજયજી ગૃહમાં થાય છે કારણ કે તે નિર્દોષ-નિરામય અતિથિ છે. જ્યાં પદ ધરે ત્યાં જીવનને પાવન કરે જ છે.
દ્રવ્યથી બધું મળે પણ ખાનદાની અને સાધુતા સાંપડતી નથી, જ્યારે સદ્દગુણથી બંને સાંપડે છે. દ્રવ્યથી દેહ પિોષાયપુષ્ટ બને પણ એથી કંઈ અંતરની સમૃદ્ધિ વધતી નથી, જ્યારે સદગુણથી માનસ કેળવાઈ ઉન્નત બને છે અને જીવન તપમયતેજસ્વી બને છે.
દ્રવ્યના ભેગે સદ્દગુણનો સંચય એ ખરેખર માણસાઈ છે અને સદ્દગુણનાં ભેગે દ્રવ્યની પ્રાપ્તિ એ તે ચેખી હેવાનિથત-ધાનવૃત્તિ છે.
દ્રવ્ય વખણાય ખરું પણ વંદાય નહિ, જ્યારે સદગુણ વખણાય અને વંદાય પણ ખરો. દ્રવ્યમાં શક્તિ છે તે રાજસી દંભ ને આડંબરની જનની. તે માણસને સેતાન બનાવે છે.
જ્યારે સદગુણમાં શક્તિ છે તે શુદ્ધ સાત્વિક, સત્ય ને આદર્શની જનની. તે માણસને દેવરૂપ બનાવે છે. સદ્દગુણને પ્રકાશ પૂર્ણિમાના નિર્મળ ચંદ્ર જે છે તે જીવનમાં સુધા સિંચી ઉજ્વળ ને ઉલ્લસિત કરે છે.
“ચારિત્ર ( CHARACTER)” બહ શાસ્ત્રપાઠી વિદ્વાન કે વિદ્યાથી પિતાનું ચારિત્ર અણીશુદ્ધ ઉજ્વળ રાખે, મનમાં–હૃદયમાં તેવી શુદ્ધ લાગણી-આત્મપ્રેરણા જે બની રહે તે તેનું ભર્યું લેખે, અન્યથા અફળ. વિદ્યા વિજ્ઞાન અને કળાના અભ્યાસનું પરમ ફળ ચારિત્ર જ છે અને તે પિતાને એકલાને જ નહીં પણ સહુ સમાજને પણ