________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજય માનવ જીવનમાં અમુક એવા સંગ આવે છે કે જેને ખરે વખતે લાભ લેવામાં આવે તે નશીબ ખુલી જાય છે. જે તે સંગ વિસારી દેવામાં આવે તો પછી કંઈ વળતું નથી. જે વખતે સંગ લાભજનક હેય તે વખતે આપણે તેનો ઉપગ કરે જોઈએ, નહીં તે આપણું કામ નિષ્ફળ જાય છે. ”
તક બે વાર મળતી નથી માટે જ્યારે તથી દેવ અનુકૂળ દેખાતું હોય અને કર્તવ્યની દષ્ટિએ અમુક માર્ગ ઈષ્ટ માલમ પડતો હોય તે સમયે તેનો ઉપયોગ કરો. ભયરૂપી પડછાયાથી ડરી જઈ, બચવા માટે વેગળા ખસી જતા નહીં, પરંતુ બહાદુરીથી, હિમ્મત સાથે નક્કી કરેલા લક્ષ્ય તરફ આગળ વધો.”
ગરીબી”—“કાળામાં કાળી ભેંયમાં જ સુંદરમાં સુંદર ફળ ઉત્પન્ન થાય છે.” ગરીબી કડવી અને તિરસ્કારપાત્ર હોય છે છતાં તે કલ્યાણકારક હોય છે. તેના ગુણ સમજવામાં આવતા નથી પણ જેને વિચાર આવો અશક્ય છે એવી અનેક બાબતે ગરીબીથી જ–તંગીથી જ સંપૂર્ણ થઈ શકે છે. માણસના હૃદયમાં હિમ્મત તેથી જ ઉત્પન્ન થાય છે, તેનાથી બુદ્ધિ તીણ બને છે, આગ્રહ ઉત્પન્ન થાય છે, તેનાથી એકદમ દીર્ધદષ્ટિ ઉત્પન્ન થાય છે, તેનાથી આવે છે અને તેને જે સહનશીલતાથી નિભાવી લેવામાં આવે તે જીવન સુધરી જાય છે.” [જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૧૨]
દ્રશ્ય અને સદ્દગુણ. દ્રવ્ય (લક્ષમી) સુધારે છે તેના કરતાં વિશેષ બગાડે છે, જ્યારે સદગુણ જીવનને નર્યું ઉચ્ચ ઓજસ્વી બનાવે છે. એની