________________
સુધારણા મામલેશિ શંકા નથી. દ્રવ્યના ઘડતરમાં અંદાજ–અડસ–વીમે છે; જ્યારે સદગુણની સુધારણામાં સોએ સો ટકા પ્રતીતિ છે, અટલ વિશ્વાસ છે અને અડેલ નિશ્ચય છે. સશુણના ખોળે માથું મૂકતાં પૂરેપૂરી નિશ્ચિતતા છે જ્યારે દ્રવ્યને મેળે સૂતાં વિચાર કરવો પડે-ચિન્તા રહ્યા કરે. શ્રીમંતને ત્યાં જન્મ થે એમાં પતનને સંભવ છે જ્યારે યોગીના ગૃહે જન્મ થાય તો ત્યાં જીવનનો ધ્રુવ વિકાસ છે–આત્માની નિશ્ચિત પ્રગતિ છે.
દ્રવ્ય પ્રાપ્ત થયા પછી હાથમાંથી ચાલ્યું જાય એ દ્રવ્ય પ્રાપ્ત ન કર્યું હોય તેના કરતાં વિશેષ દુ:ખદ છે અને સદ્ગુણ પ્રાપ્ત કર્યા પછી એને બેઈ નાંખવા એ તો ખરેખર અત્યન્ત દુ:ખદાયી છે. દ્રવ્ય જવાથી દેહનાં શણગાર અને મોજશોખ નાશ પામે છે, પણ સદગુણ જવાથી તે અંતરનો વૈભવ લૂંટાઈ જાય છે અને સાથે જીવન નિ:સત્વ-નિર્માલ્ય બની જાય છે.
દ્રવ્ય એ જીવનની (બાહ્ય) શોભા છે જ્યારે સગુણ એ જીવનની સુગંધ છે. દ્રવ્ય વિના મનુષ્યતા નભી શકે પણ સદુગુણ વિના માનવતા રહી શકે જ નહિ. Vice follows Wealth દ્રવ્ય જ્યાં પડાવ નાંખે છે ત્યાં ભેગવિલાસ–મોજશોખથી માંડીને અનાચાર-વ્યભિચારની વૃત્તિ જામે છે અને અભિમાનને દુષ્ટ પવન જેસબંધ કુંકાય છે અને જ્યાં સદગુણને પડાવ પડે છે ત્યાં ધર્મવૃત્તિ જાગે છે, સદ્વિચાર અને સદાચાર જાગૃત થાય છે અને સમાન ભાવને મીઠે પવન વેગસહિત વાય છે. દ્રવ્યને અંગે દુર્ગુણનો ભય રહે છે અને તે ક્યારે ફાટી નીકળશે તે કહી શકાય નહિ, જ્યારે સદગુણને સત્કાર અંતર