________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૫૧] તમે શું જાણે છે અગર તમે કેણ છે તે હાલના ! જમાનામાં પૂછવામાં આવશે નહીં. તમે શું કરી શકે એમ છો તે જ આ જમાનાને પ્રશ્ન છે. ”
પાત્રતા મેળવવા પામર જીવે બીલકુલ લક્ષ આપતા નથી તેથી તે સીદાય છે. ખરી પાત્રતા–લાયકાતવાળા જ્યાંત્યાં પૂજાય છે, વિજય મેળવે છે.”
પાત્રતા વગર પ્રાપ્તિ નથી, માટે ખરી પાત્રતા મેળવવા સારી રીતે મથવું જ જોઈએ.”
જેવી ભાવના એવી સિદ્ધિ” જે મનુષ્ય જેવી ભાવના સેવે છે તેને તેવી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યને સા યા સર્જનહાર છે. અત્યારે જે સારી કે નરસી સ્થિતિ જોગવી રહ્યો છે તે તેણે પોતે જ રચેલી છે અને પિતાની ભવિષ્યની સ્થિતિને પણ તે પોતે જ પોતાની હાલની ભાવનાવડે રચી રહ્યો છે. જાણીને કે અજાણપણે તેણે જેવા સંસર્ગ, સંસ્કાર, માન્યતા, આદર્શ, ઈચ્છા, ભાવના અને પ્રયત્ન આગળ ઉપર સેવ્યા છે તેવી જ સ્થિતિ અત્યારે તેને આવી મળી છે અને અત્યારે પણ સમજીને કે વગર સમયે જેવા સંસર્ગ, આદર્શ, ભાવના અને યત્ન સેવશે તેવી જ સ્થિતિ તેને ભવિષ્યમાં આવી મળવાની છે. “બીજ તેવું વૃક્ષ, વાવે તેવું લણે એ પ્રમાણે હોવાથી કુદરતના અને જીવનના મુખ્ય સિદ્ધાન્તનું જ્ઞાન એક મનુષ્ય જેટલું વધારે મેળવ્યું હોય છે એટલે તે સરકારમાં, સમજણમાં, આદશમાં,