________________
[ ૧૫૦ ]
શ્રી કરવિજયજી આપણી જાતને બેઆબરૂ કરનાર આપણે જ છીએ.”
પોતાની જાતને અવિશ્વાસ એ પણ ઘણીખરી નિષ્ફળતાનું કારણ છે. ”
‘બળની ખાતરીમાં બળ રહેલું છે. આત્મવિશ્વાસ વગરના માણસ નબળામાં નબળા છે.”
પવિત્ર અને વાજબી સ્વમાનવૃત્તિથી દરેક વખાણવા યોગ્ય અને લાયક સાહસ ઉદ્દભવે છે. ”
તમે તમારા મિત્ર થાઓ એટલે બીજાઓ થશે.”
તમે બધાં માણસને છેડે વખત છેતરી શકો, થોડાક લોકોને સઘળે વખત છેતરી શકે, પણ બધા જ લોકોને સઘળે વખત છેતરી શકે નહીં.”
સેનેટરી વચને મને વખત મળતો નથી, મને તક મળતી નથી, એ નબળા અને અદઢ મનુષ્યનું જ હમેશનું બહાનું છે. દરેક મનુષ્યને જીવનમાં અનેક તક મળે છે.”
“માણસ ઝુંપડીમાં જન્મેલો હોય કે મહેલમાં જન્મેલો હોય તે કંઈ મહત્ત્વનું નથી. દઢ હેતુને આવેશ તેનામાં હશે અને તે સ્વાશ્રય રાખશે તે માણસ, દેવ કે દાનવ પણ તેને આગળ વધતાં અટકાવી શકશે નહીં. ”
“તમારે શું કરવું તે વિષે જગત કંઈ કહેતું નથી, પણ તમે જે કંઈ માથે લે તેમાં સર્વોપરી-શ્રેષ્ઠ બને એમ તેનું કહેવું છે.”