________________
લેખ સંગ્રહ : ૮:
[ ૧૪૯ ] પિતાને માટે કંઈ સ્થાન મેળવી, મૌન, અવલોકન, નિમકહલાલી, ખંતભર્યો ઉદ્યમ અને સભ્યતાથી આગળ વધી શકાશે.”
“ શકિતઓની એકાગ્રતા ”—લક્ષ વગર ઘણી ચીજો કરવી નહીં પણ દઢતા અને આગ્રહ સાથે એક જ ચીજ કરવી એ જરૂરની–મહત્વની છે.
“ખુશમિજાજ”—આનંદી મનુષ્ય લાંબું જીવન ભગવે છે અને આપણે પ્રેમ પણ તેમના ઉપર લાંબા વખત સુધી રહે છે. ”
“ખુશમિજાજમાં અભુત બળ રહેલું છે. તેની જીવનશકિત અખૂટ છે. કોઈપણ જાતના પ્રયાસ કાયમ રીતે કરવા હોય તો તે સમાન રીતે આનંદ યુક્ત હોવા જોઈએ. તેમાં આનંદ, આનંદનું લાવણ્ય અને પ્રકાશનું સૌન્દર્ય હોવું જોઈએ.
કામથી માણસ મરતા નથી, કામના કંટાળાથી કે મરે છે. કામ તે આરોગ્ય આપનાર છે. અગ્રચિન્તા કરતા નહીં. હમેશાં આનંદમાં રહો.”
માણસે ફતેહ મેળવવી હોય તે ત્યાં તેણે પોતાના શરીરના અને મનના સઘળા ઉત્સાહથી કૂદી પડવું જોઈએ.”
સ્વમાન સ્વવિશ્વાસ ” “ સ્વમાન, આત્મજ્ઞાન અને આત્મનિગ્રહ–આ ત્રણ સદ્દગુણેથી માણસનું જીવન સર્વોપરી સત્તા મેળવી શકે છે.”
“સઘળા ગુણ-સદગુણેની ચાવી સ્વમાન.”