________________
[ ૧૪૮ ]
શ્રી કરવિજયજી સમય મળે તેને સદપાગ”—જ્યારે યૌવન અને આરોગ્ય જોઈએ તેવાં હોય ત્યારે ભૂતકાળ માર્ગદર્શક થાઓ, ભવિષ્ય આશાજનક રહે પરંતુ તમારી વધારેમાં વધારે ચિન્તાને ગંભીર વિષય વર્તમાન રહો. દરેક શકિતની ખીલવણીથી, સુધારણાની દરેક તકની તપાસ ગરૂડની તીક્ષણ દષ્ટિ રાખીને, વખત બચાવીને, લાલચને તરછેડીને, વિષયસુખને ત્યાગ કરીને, પોતાની જાતને ઉપગી, સન્માનપાત્ર અને સુખી કરવી એ માણસના પિતાના હાથમાં છે.
પિતાનું કામ નક્કી થવા માટે જે રાહ જોઈ બેસી રહે છે તે મૃત્યુ પામશે એટલે તેનું કામ અપૂર્ણ રહી જશે.”
કુદરતી જે કંઈ તમે છે તે જ રહેવા પ્રયત્ન કરો. તમારી પિતાની બુદ્ધિ, પિતાની વૃત્તિને માર્ગ છોડતા નહીં. કુદરતથી તમે જેને માટે નિર્માણ થયા છે તે જ થશે તો તમે ફતેહ પામશે. તેનાથી બીજું કાંઈ થવા યત્ન કરશે તે તમે દરેક રીતે નિષ્ફળ અને નાલાયક નીવડશે.
જે પ્રમાણમાં તમે તમારું કર્તવ્ય કરવા ધારતા હશે તે પ્રમાણમાં તમારામાં શું પાણી છે તે જણાઈ આવશે.”
“ઉચ્ચ કાર્યો કરે. આખો દિવસ માત્ર તેના સ્વપ્નામાં રહેશે નહીં. આથી જીવન, મૃત્યુ અને જગત્ સર્વ એક મહાન, મધુર, ભવ્ય સંગીત બનશે.'
તમારું ખરું ભાવિ તમારા ચારિત્ર્યમાં જ છે. ” “તમે જે કાંઈ કરવાનું માથે તે તેમાં સર્વોપરી–શ્રેષ્ઠ બને.”