________________
[ ૧૨૦ ]
શ્રી કપૂરવિજયજી ૪ જે કઈ અજ્ઞાનતાને લીધે વધતા જતા અશુભ (પાપ) કર્મની શુદ્ધિ કરતું નથી તે પાછળથી મેટા દુઃખને પ્રાપ્ત થઈ, અત્યન્ત પશ્ચાત્તાપ પામે છે.
૫ સુખની પ્રાપ્તિ વખતે લાલચુ જીવ શું શું અકાર્ય કરતો નથી? સર્વ અકાર્ય કરે છે અને તેથી કરીને કોટિ જન્મ પર્યન્ત તે સંતાપને પામતે રહે છે.
૬ હું બીજાઓને ઠગું છું એમ ધારીને જે કોઈ માયાકપટ કરે છે તે આ લોક તથા પરલોકમાં પોતાના જ આત્માને ઠગે છે, એમ જાણ તેનાથી ચેતતા રહેવું જોઈએ.
૭ હે જીવ! ઉત્તમ મનુષ્યપણું પામ્યા છતાં કંઈ પણ સુકૃત્ય કર્યા વગર તું એને કેમ એળે ગુમાવી દે છે? ફરી પાછી આવી ધર્મ–સામગ્રી તને શી રીતે મળશે?
૮ જે પ્રાણી કર્મરૂપી પાશમાંથી મુકત થવા માટે કોઈપણ યત્ન કરતું નથી તે સંસારકારાગૃહમાં નિરંતર બંધાયેલો રહે છે, તેમાંથી કેમે છૂટી શકતો નથી. ( ૯ વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા મનુષ્યરૂપી સિંહ, સ્વજન બાંધવરૂપી બંધનથી બંધાઈને આ દેહરૂપી કેદખાનામાં પડ્યા પડ્યા સદાય છે.
૧૦ હે આત્મા! આ જન્મમાં જ ગર્ભાવાસનું જે દુઃખ તું પામે છે તે હમણું શું તું ભૂલી ગયે? કે જેથી તારા આત્માનું કશું હિત કરતા નથી.
૧૧ ચોરાશી લાખ જીવાનિઓમાં પરિભ્રમણ કરતાં તે મેહને લીધે કઈ કઈ પ્રકારનાં દુ:ખે પ્રાપ્ત કર્યા છે, અનુભવ્યા