________________
[ ૧૪૦ ]
શ્રી કરવિજયજી | સર્વથા રાગ-દ્વેષરહિત એવા સર્વજ્ઞના વચન એ પ્રવચન, એના અર્થનો નિર્ણય તે આજ્ઞાવિચય ધર્મધ્યાન આશ્રવ, વિકથા, ગૌરવ તથા પરીસહાદિકને વિષે પ્રમાદાચરણવડે અપાય એટલે ભાવી દુઃખ દેખાવારૂપ અપાયરિચય ધર્મધ્યાન, શુભાશુભ કર્મના વિપાકનું અનુચિંતન કરવા વિપાકચિય ધર્મ. ધ્યાન અને દ્રવ્યક્ષેત્રાકૃતિને વિચારવારૂપ સંસ્થાનવિય ધર્મધ્યાન સમજવું.
ઉક્ત ધર્મયાનને ધધાતાં તેમજ નિત્ય ભવભી, અત્યંત ક્ષમાયુક્ત, અભિમાનરહિત માયાદોષમુક્ત હોવાથી નિર્મળ, સર્વ તૃષ્ણાવજત, ગ્રામ અને અરણ્ય તથા શત્રુઓ ને મિત્રમાં સમચિત્ત, વાંસલાવડે અંગછેદન કરનાર પ્રત્યે સમભાવી, આત્મરમણ, તૃણ, મણિ ને કનક, પત્થર ઉપર સમભાવી, સ્વાધ્યાયધ્યાનમાં તપુર, અત્યંત અપ્રમત્ત, પ્રશસ્તગવડે અધ્યવસાયની વિશુદ્ધિથી વિશુદ્ધ થતા અને ચારિત્રની અતિવિ. શુદ્ધિને તથા લેશ્યાવિશુદ્ધિને પામીને કલ્યાણમૂર્તિ એવા મુનિને ઘાતકર્મને એક દેશના ક્ષયથી ઉત્પન્ન થયેલું મહાપ્રભાવવાળું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે.
અનેક ઉત્તમ લબ્ધિપ્રમુખ સંપદા પામીને પ્રશમસુખમાં આસક્ત થયેલા એવા મુનિ તેવી સંપદામાં મુંઝાતા નથી. વિસ્મયકારી એવા સુરવોની સાહેબી લક્ષ-કોટીગુણી કરી હોય તે તેવા મુનિની દ્ધિના અનંતમા ભાગે પણ આવતી નથી. ઇતિમ
[જે. ધ. પ્ર. પુ ૯, પૃ. ૧૦૮ ]