________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૩ ] પૂર્વક સદ્વ્યય યથાસ્થાને થઈ શકે છે. બાકી લોભને કંઈ થેભ નથી. ઈછા આકાશ જેવી અનંતી છે તેથી તેને કેમે પાર આવતા નથી. આશા-તૃષ્ણામાં અધિકાધિક તણાતાં દુઃખને પાર આવતો નથી તેથી તે ત્યાજ્ય છે.
૬ આજીવિકાદિ જરૂરી કારણે જવા-આવવા જેટલી દિશાભૂમિની છૂટ રાખી, બીજી બધી દિશા–ભૂમિની આવતી પાપરાશિ (પાપક્રિયા) અટકાવવા માટે ખાસ દિશામર્યાદા બાંધવી જોઈએ. ચાર દિશા, વિદિશા ને ઊંચ-નીચે મળી દશ દિશા કહેવાય.
૭ મહાપાપ-આરંભવાળા ૧૫ કર્માદાનના વ્યાપારવડે વૃત્તિઆજીવિકા બને ત્યાં સુધી નહિ કરતાં, અ૮૫ આરંભવાળા ન્યાયયુક્ત વ્યવહારવડે જ જીવન-નિર્વાહ કરી લેવો શ્રાવકને ઊંચિત છે. ગોપભેગના સંબંધમાં પણ ભયાભઢ્ય, પેથાપેયને વિવેક અવશ્ય સાચવવા યોગ્ય છે. થોડી નિયમિત અને નિર્જીવ વસ્તુવડે સ્વ-નિર્વાહ કરી લેવો.
૮ અનર્થદંડથી વિરમવું, જેમાં પોતાનું કે સ્વ-કુટુંબાદિકનું હિત સમાયેલું ન હોય તેવી નકામી બાબતમાં માથું ન મારવું, પાપોપદેશ ન આપ, પાપ-અધિકરણ એકઠાં કરી અન્યને ન આપવાં, પાપી-હિંસક જાનવરો પાળવાં નહીં, અસતીષણ કરવું નહીં, કુવ્યસન સેવવાં નહીં, કુસંગતિ કરવી નહીં, કામઉન્માદ જાગે એવાં આસને સેવવા નહીં તેમજ તેવાં પુસ્તકે, સિનેમા વિગેરે જેવા વાંચવા નહીં, જેથી અનેક જીવોને વિનાશ થાય તેવાં અનાચરણે કે પ્રમાદાચરણ સેવવાં-કરવાં નહી, તથા નારદની પેઠે નકામાં કલેશ-યુદ્ધ કરવા-કરાવવા નહીં. ઈત્યાદિક અનર્થકારી બાબતેથી સાવધાનપણે સદા દૂર રહેવું.