________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૫] એક ઉત્તમ ધર્મ-કર્તવ્ય છે કે તેમણે ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મને સેવનારા, પાંચ મહાવ્રત પાળનારા, સંસારની સઘળી ખટપટથી દૂર રહેનારા, સદાય સમતા-રસમાં ઝીલનારા અને સર્વત નિર્દોષ મોક્ષમાર્ગમાં ચાલનારા, નિર્ગથ સાધુસાધ્વીઓને નિર્દોષ ને પ્રાસુક(નિર્જીવ) આહાર-પાણી, ઔષધભેષજ, વસ્ત્ર-પાત્ર અને નિવાસસ્થાનાદિક આદરસહિત નિ:સ્વાર્થ. ભાવે આપવાં અને તેમની પાસેથી અમૂલ્ય ધ મેળવી તેને દરેક રીતે સફળ કરો. સહુને આત્મવત્ લેખવાં.
[જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૧૭]
શુદ્ધ પ્રેમ ને સંકલ્પશક્તિ. શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ-સદગુણોનું મૂળ પ્રેમ છે. આ પ્રેમ દેહની સુંદરતા કે ધનની અધિકતાને લીધે નહીં, અધિકાર કે સારી લાગવગ ધરાવનારા ઉપર નહીં, ભવિષ્યમાં ઉપયોગી–મદદગાર થશે તે માટે નહીં પણ કેવળ સત્તાગત અનંત શક્તિવાન આત્મા છે અને આત્મા એ પરમાત્મા છે એમ જાણે આત્મદષ્ટિએ આત્મા ઉપર પ્રેમ કરવાનો છે.
તે સિવાયનો પ્રેમ તે પ્રેમ નથી પણ મેહ છે-રાગ છે– નેહ છે. બીજાને શાન્તિ આપીને પોતાને સુખ માનવું તે પ્રેમ છે. પ્રેમી બીજાને પવિત્ર બનાવવાનું કામ કરે છે. પ્રેમના વિશાળ રાજ્યમાં સદગુરૂપી અનેક નાનાં રાજ્યને સમાવેશ થાય છે. પ્રેમ છે ત્યાં આત્મભાન છે. પ્રેમના પ્રમાણમાં શુદ્ધ આત્માને અનુભવ થાય છે.