________________
[ ૧૪૪]
શ્રી કપૂરવિજયજી ૯ દરેક શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાએ હરહંમેશ જેમ સમતાગુણની વૃદ્ધિ થાય તેમ શુદ્ધ ભાવથી સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુદર્શન, પૂજા-સેવા, ભક્તિ, દેવવંદન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, મનન, નિદિધ્યાસન, વિનય, વૈયાવચ્ચ, સત્સંગ, તીર્થયાત્રા, પ્રભાવનાદિ ઉત્તમ ધર્મકરણું સ્વકર્તવ્યધર્મ સમજી જાતે કરવી, કરાવવી અને અનુમોદવી; તથા છ ટિ શુદ્ધ સમતા–સામાયિક કરવાનું તે સુવ્યસન જેમ બને તેમ ચીવટથી વધારવું.
૧૦ પૂર્વોક્ત છઠ્ઠી વ્રતમાં જીવિતપર્યન્ત માટે રાખેલી છૂટ, બે ઘડીથી માંડી પહેર, દિવસ, માસ કે વર્ષ સુધી પાળવા માટે સંક્ષેપી તેમાં યથાશય ધર્મકરણ અધિક આદરથી કરવી.
૧૧ ઉક્ત કરણી ઉપરાંત અષ્ટમી, ચતુર્દશી પ્રમુખ પર્વતિથિજેગે અનાદિ આત્મગુણેની પુષ્ટિ થાય તેવા પૌષધવતનું ઉલ્લાસપૂર્વક પાલન કરવા સવિશેષ લક્ષ રાખવું. યથાશય વ્રતપચ્ચખાણ રુચિપૂર્વક આદરવા અને તે અતિચારાદિ દોષરહિત સાવધાનપણે બરાબર પાળવા. ધર્મશાસ્ત્ર ગીતાર્થ જ્ઞાની ગુરુ સમીપે આદર-બહુમાન સહિત વાંચવાં, ભણવાં કે સાંભળવાં. પ્રમાદ તજી પાંચ પ્રકારનો સ્વાધ્યાય અવશ્ય કરે. ચાર પ્રકારના પૌષધવ્રતમાં બનતાં સુધી ઉપવાસ, આયંબિલ, નીવી કે એકાસનાદિ તપ કરે, શરીરશોભા તજવી, શુદ્ધ શિયળ પાળવું અને સર્વથા પાપ-વ્યાપારનો ત્યાગ કરે. એ રીતે નિજ ગુણની પુષ્ટિ માટે આત્માથી ભાઈ-બહેનોએ પૌષધ ચાર કે આઠ પહેરને કરો. છેવટે તે તે પર્વદિવસે તેમાંથી બને તેટલી શુભ કરણી તે જરૂર કરવી.
૧૨ ઉક્ત પૌષધ વ્રત પાળનાર શ્રાવક-શ્રાવિકાનું આ પણ