________________
[ ૧૪૨ ]
શ્રી કરવિજયજી દ્રવ્ય ઉપાર્જન કરવું જોઈએ. “આહાર પ્રમાણે ઓડકાર' એ
ન્યાયે ન્યાયદ્રવ્યથી ભાવના-બુદ્ધિ સુધરે છે, તેને સર્વ ઠેકાણે ઉપયોગ થઈ શકે છે. વળી તે લાંબે વખત ટકી રહે છે અને તે વડે ધર્મની રક્ષા-પુષ્ટિ ને પ્રભાવના દ્વારા પરંપરાએ ભારે–મોટો લાભ મળે છે.
૪ આપણી માતા, બહેન કે પુત્રી સાથે કુચેષ્ટા કરનાર માટે આપણને કેવા વિચાર આવે છે? ઘણા જ માઠા તે પછી એવું જ દુષ્કર્મ કરવા ઈછતા આપણે માટે પણ સામાને કયાંથી સારા વિચાર આવે ? ન જ આવે, તે પછી
સ્વી સિવાય અન્ય સ્ત્રી મેટી હોય તેને માતા સમાન, સરખી વયવાળી હોય તેને બહેન સમાન અને લઘુવયની હોય તો તેને પુત્રી સમાન લેખી ચાલવામાં જ હિત–ભા છે. સ્ત્રીઓએ પણ એ જ રીતે પરપુરુષને નિજ પિતા, બંધુ કે પુત્ર સમાન લેખી ચાલવામાં જ હિત સમજવાનું છે. એથી જ સમાજની રક્ષા ને ઉન્નતિ સધાય છે, કેમકે તેથી વ્યવહારશુદ્ધિ ઠીક પળાય છે. વ્યવહારશુદ્ધિ વગરના માણસે પવિત્ર ધર્મને લાયક જ કયાં છે ? પાત્રતાથી જ તે પામી શકાય છે.
૫ ગમે તેટલી અનર્ગળ લક્ષમી છતાં લેભી માણસ મમ્મણ શેઠની પેઠે દુઃખી જ રહ્યા કરે છે, અને અલ્પ ઋદ્ધિ છતાં સંતોષી માણસ પુણીયા શ્રાવકની પેઠે સદા સુખી-આનંદી રહે છે, એમ સમજી શાણુ સ્ત્રી-પુરુષોએ નવવિધ પરિગ્રહમાં ઈચછા–પ્રમાણ બાંધી સંતોષવૃત્તિ સેવવી જોઈએ. એથી ઘણા પાપ અને આરંભ-સમારંભથી સહેજે બચી શકાય છે, તેમજ ન્યાયમાગે મળતા ને બચતા દ્રવ્યને સદ્દભાવના ગે સુખ