________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૧ ] “સમકિતમૂળ બાર વ્રત પળાઇ શકે તેવી ક યાદી.”
સમકિત–શુદ્ધ નિર્દોષ દેવ શ્રી જિન-અરિહંત, શુદ્ધ નિર્દોષ ગુરુ શ્રી નિગ્રંથ સાધુ અને શુદ્ધ નિર્દોષ ધર્મ શ્રી સર્વજ્ઞ–વીતરાગભાષિત અહિંસા, સંયમ અને તપલક્ષણ પરીક્ષાપૂર્વક અંગીકાર કરી શુદ્ધ શ્રદ્ધાથી માનવા યોગ્ય છે. બાકીના રાગાદિ દોષવાળા દેવ-ગુરુ-ધર્મ તવથી માનવા ગ્ય નથી. શ્રી જિનેશ્વર દેવે ભાખેલા શુદ્ધ ધર્મતત્વમાં શંકા, કંખા ને ફળને સદેહ કરવાની કશી જરૂર જ રહેતી નથી; કેમકે વીતરાગ-સર્વજ્ઞ યથાસ્થિત યથાર્થ વસ્તુવાદી હોય છે.
૧ સહુ કોઈ જીવને સ્વજીવિત બહુ વ્હાલું હોય છે, તે કેઈને દવલું હોતું નથી, તેથી યથાશકય સહુ જીવોની રક્ષા
સ્વજીવિતની જેમ કરવી જોઈએ. જીવદયાવડે–જયણાથી સ્વકર્તવ્ય કર્મ કરવાથી આપણે સુખી અને નિરોગી થઈ શકીએ છીએ.
૨ સત્ય વદવું એ ખરેખરૂં મુખનું મંડન-ભૂષણ છે. સામાને પ્રિય અને હિતરૂપ થાય એવું સત્ય વચન વદવાથી સજજને શોભી નીકળે છે. સર્વજ્ઞશાસ્ત્રનો મર્મ યથાર્થ સમજ્યા વગર અન્યને આપમતે સમજાવવા જતાં જીવ પગલે પગલે દંડાય છે.
૩ પૈસો અગિયારમાં પ્રાણ લેખાય છે. બીજાને પૈસો અનીતિથી હરી લેતાં તેના પ્રાણ હરી લેવા જે દેષ છે. અનીતિનું દ્રવ્ય લાંબું ટકતું નથી. સમય પાકતાં તે આગળના દ્રવ્યને પણ ઘસડી જાય છે અને તેને સંઘરનારની બુદ્ધિ બગડે છે, તેથી સુજ્ઞજનેએ ન્યાય—નીતિવડે જ સ્વકુટુંબનિર્વાહગ્ય
અગિયાએ પણ કરી લેવાની આગળના