________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી તે આ જન્મમાં દુઃખી થયેલ છે. હવે તેમાંથી સદંતર મુક્ત થવા સદ્ધર્મનું શુદ્ધ ભાવથી સેવન કર.
[ જે. ધ. પ્ર. પૃ. ૪૭, પુ.૪૬. ].
વિષય-સુખ. ૧ વિષયસુખમાં આસક્ત બની તું જે ભયંકર પાપકર્મ કરે છે તેનો વિપાક ઉદયમાં આવશે ત્યારે તારું કોણ રક્ષણ કરી શકશે ? કઈ જ નહીં.
૨ સ્વર્ગમાં અનંતીવાર ઇચ્છિત ભેગ ભેગવ્યા છતાં જે જીવ તૃપ્તિ પાપે નહીં તે આ તુચ્છ ક્ષણિક મનુષ્યભેગથી શી તૃપ્તિ પામશે ? તેમ છતાં અજ્ઞાન ને મોહવશ પાછે તેમાં જ આસક્ત થાય છે.
૩ જ્ઞાની પુરુષો વિષયસુખને ઉગ્ર વિષ સમાન સમજી તજવા ફરમાવે છે.
૪ વિષયસુખ સાચું સુખ નથી, તેનાથી થતા કર્મબંધન વડે જીવ ભારે દુઃખમાં પડે છે.
૫ હે જીવ! ઉન્માર્ગે જતાં ઈન્દ્રિયરૂપી અને વૈરાગ્યરૂપી લગામવડે ખેંચીને નિશ્ચળ (સ્થિર) કર અને તેને સન્માર્ગે પ્રવર્તાવ.
૬ કષાયને વશ થયેલા પ્રાણીઓને વિષયમાં પ્રવર્તેલી ઈન્દ્રિયે જ દુઃખદાયી શત્રુઓ છે. તેથી જ વૈરાગ્યવડે તેનાથી વિરમવું જોઈએ.