________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૭] ૭. જે ધર્મ દયાવડે યુક્ત છત સર્વ પ્રાણીઓને હિતકર હાય તે ધર્મ જ દુતર ભવસાગરથી પાર ઉતારવા સમર્થ છે.
૮. જ્યારે આ જીવ કંઠપ્રાણ છતો મરવાની તૈયારીમાં હોય છે ત્યારે એક જિનેશ્વરે કહેલા ધમ વગર કે તેનું રક્ષણ કરી શકતું નથી.
૯અ૯૫ આયુષ્યવાળે અને ધર્મ-કર્મને નહી જાણનારે અજ્ઞાન મનુષ્ય પોતાનું મરણ ક્યારે થશે તે જાણી શકતો નથી.
૧૦. જિનેશ્વરોએ સર્વ સુખના મહાનિધાન સમાન ધર્મ કહ્યો છે. તે ધર્મને જેઓ અંગીકાર કરતા નથી તેમનો જન્મ નિરર્થક છે.
૧૧, જે મૂઢ પ્રાણ હિતકર ધર્મનો ત્યાગ કરી પાપકર્મમાં આસક્ત થાય છે, તેનું ચિત્ત પાપકાવડે બળે છે અને તેથી તે શોકગ્રસ્ત થતો રહે છે.
૧૨. જે તમને દુઃખ અપ્રિય લાગતું હોય અને સુખ પ્રિય લાગતું હોય તો જન્મ જરાને જીતનારા જિનેશ્વરે ઉપદેશેલા સદ્ધર્મને આદરો.
૧૩. પુરુષ અલ્પ પ્રયાસ વડે જ વિશુદ્ધ ભાવનાથી ધર્મ–ઉપાર્જન કરે છે.
૧૪. જીવને નિરંતર દુ:ખના સંકટથી રક્ષણ કરનાર એક ધર્મ જ છે, તેથી હે ભવ્યજને ! અનંત સુખ આપનારા તે ધર્મને વિષે જ યત્ન કરો.
૧૫. તે પ્રથમ નિરંતર મોક્ષસુખને આપનાર ધર્મનું પ્રસન્ન ચિત્ત (ઉલ્લસિત ભાવે) સેવન કરેલું નથી, તેથી જ