________________
[ ૧૨૬ ]
શ્રી કરવિજયજી વિષયાદિક પ્રમાદમાં મુંઝાઈ દુઃખી થાય છે. બદ્ધ કર્મ કલષિત (ડેલાયેલ) જળ જેવું અથવા દેરાવતી બાંધેલ સોના સમૂહ જેવું, નિધત્ત કર્મ દઢ બંધનથી બાંધેલું, નિકાચીત કર્મ અત્યન્ત આકરા અધ્યવસાયથી ભેગવ્યા વગર છૂટી ન શકે એવું બંધાયેલું અને ઋષ્ટ કર્મ તો કેરા વસ્ત્ર ઉપર ચૂંટેલી રજ જેવું ઢીલું બંધાયેલું સમજવું.
૩. નિકાચીત કર્મના ગે, કૃષ્ણ વાસુદેવની પેઠે વસ્તુ તત્વને જાણતાં છતાં જીવ સંયમાદિક મેક્ષમાર્ગને આદરી શકતે નથી.
૪. કંડરીક મુનિ-એક હજાર વર્ષ સુધી વિશાળ ચારિત્ર કરણ કર્યા છતાં અંતે કિલષ્ટ પરિણામ એગે સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈ દુર્ગતિગામી થયા અને તેના જ વડીલબંધુ પુંડરીક ઉચ ભાવના ગે સંયમમાર્ગને અંગીકાર કરી ઘણું જ ઊંચી ગતિને પ્રાપ્ત થયા.
૫. મલિન પરિણામથી ચારિત્રને ડેલી નાખ્યા પછી પુન: ચારિત્રની શુદ્ધિ કરવી દુષ્કર છે, તો પણ જે કોઈ શુભ અવસર પામી, પાછળથી પુરુષાતન ફેરવે તો સ્વચિત્ સ્વશુદ્ધિ પણ કરી શકે છે.
૬. જે જીવ સંયમ ગ્રહણ કરી તેને અતિચાર અને અનાચાર દોષથી ખંડિત કરે છે તે સુખલંપટ થયા પછી ઠેકાણે આવો મુશ્કેલ છે. નિર્વસ પરિણામી તે ઉદ્યમ કરી શકતો નથી.
૭. ચક્રવતી સ્વરાજ્યને વૈરાગ્યમે સુખે તજી શકે છે, પણ શિથિલાચારી શિથિલાચારને તજી શકતા નથી.