________________
[ ૧૩૦ ]
શ્રી કષ્ફરવિજયજી તાને આધીન છે. જેનામાં સંપૂર્ણ મૃદુતા વસી છે તે સર્વ ગુણસંપન્ન થાય છે.
૩ જુતા-સરલતા વિનાને કેઈ શુદ્ધિને પામતા નથી, અશુદ્ધ આત્મા ધર્મ આરાધી શકતું નથી, ધર્મ વિના મોક્ષ નથી અને મોક્ષ વિના બીજું કઈ પરમ સુખ નથી.
જે ઉપકરણ, આહાર, પાણી અને દેહને આશ્રીને દ્રવ્ય શોચ કરો ઘટે તે ભાવ શૌચ(આંતરશુદ્ધિ)ને બાધક ન પહોંચે તેમ સાવધાનતાથી કરે યોગ્ય છે. - ૫ હિંસાદિક પંચાઠવ(પાપ-સ્થાનકેથી વિમવું, પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કરે, ચાર કષાયેન જય કરે અને મનવચન-કાયાના ત્રણ દંડથી વિરમવું એમ ૧૭ પ્રકારે સંયમ કહ્યો છે.
૬ બાંધવ, ધન અને ઈન્દ્રિય સુખના ત્યાગથી જેણે ભય અને વિગ્રહ તેમજ અહંકાર અને મમકાર તજ્યા છે એવા ત્યાગી સાધુ જ ખરા નિગ્રંથ કહેવાય છે.
૭ પૂર્વાપર અવિરુદ્ધ વચનો ઉચ્ચાર કરવો અને તન-મન વચનની એકતા-અકુટિલતા આદરવી એમ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વરના શાસનમાં કહ્યું છે, અન્યત્ર કહેલું નથી.
૮ અનશન (આહારત્યાગ), ઊનાદરી (એછા આહારથી સંતેષ કર ), વૃત્તિ સંક્ષેપ (નિયમિત વસ્તુથી નિવાહ કરી લેવો), રસત્યાગ, કાયકલેશ( શતતા પાદિક સમભાવે સહવા ) અને સંલીનતા (રિથર આસને રહેવું) એ છ પ્રકારને બાહ્ય તપ કહ્યો છે,