________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩૧ ] ૯ પ્રાયશ્ચિત્ત (શલ્ય રહિત કરેલાં પાપની ગુરુ પાસે આલેચના કરવી), ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયેત્સર્ગ અને સ્વાદયાય એ રીતે અત્યંતર તપ છ પ્રકારને કહ્યું છે.
૧૦ દેવતા તથા મનુષ્ય તિર્યંચ સંબંધી દિવ્ય અને ઔદારિક કામગના સુખથી ત્રિવિધે ત્રિવિધે નિવર્તવું. એવી રીતે બ્રહ્મચર્ય ૧૮ પ્રકારનું છે.
૧૧ અધ્યાત્મ જ્ઞાનીઓ નિશ્ચયથી મૂછ-મમતાને જ પરિગ્રહ કહે છે, તેથી વૈરાગ્યના અથી જનેને અપરિગ્રહ-નિરીહતા–નિ:સ્પૃહતા એ પરમ ધર્મ છે.
૧૨ ઉપર કહેલા દવિધ ધર્મનું સદા સેવન કરનારને અત્યંત નિબિડ થયેલા એવા પણ રાગ, દ્વેષ અને મેહને અ૮૫ કાળમાં ક્ષય થવા પામે છે.
૧૩ અહંકાર અને મમકારના ત્યાગથી અતિ દુર્જય, ઉદ્ધત અને પ્રબળ એવા પરીષહ, ગૌરવ, કષાય, મન-વચન-કાયાના દંડ અને ઇન્દ્રિયોના સમૂહને ત્યાગી દેગી પુરુષે હણે છે.
૧૪ પ્રવચન ભક્તિ, શ્રુત-સંપદાને માટે ઉદ્યમ, ગીતાર્થ સાથે પરિચય એ વૈરાગ્ય માર્ગના સદ્દભાવમાં સાચી બુદ્ધિ અને સ્થિરતા પેદા કરે છે.
૧૫ ઉન્માર્ગનો ઉછેર કરવાને સમર્થ રચનાવાળી અને શ્રોતાજનોના કાન અને મનને માતાની પેઠે પ્રસન્ન કરનારી આક્ષેપણ, વિક્ષેપણ, સંવેદની અને નિર્વેદની એ ચાર પ્રકારની ધર્મકથા સદાય કરવી અને સ્ત્રીકથા, ભક્તકથા, ચારકથા અને દેશકથાને દૂરથી જ તજી દેવી.