________________
[ ૧૨૮ ]
શ્રી કરવિજયજી ૬ માતા થઈને પુત્રી, બહેન અને ભાર્યા પણ આ સંસારમાં થાય છે તેમજ પુત્ર થઈને પિતા, ભાઈ અને શત્રુ પણ થાય છે.
૭ જે જીવો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યેગને વિષે રુચિવંત છે, તેનામાં કર્મને પ્રવાહ ચાલે આવે છે તે માટે તેને નિરોધ કરવા યત્ન કરવો યુકત છે.
૮ પુન્ય પાપને નહિ ગ્રહણ કરવામાં જે મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે આમ પુરુષોએ ઉપદેશેલે છે, અત્યન્ત સમાધિવાળો અને હિતકારી સંવર ચિંતવવા ગ્ય છે. ( ૯ જેમ વૃદ્ધિ પામેલે નવરાદિક દેષ લંઘન કરવાથી યત્નવડે ક્ષીણ થાય છે તેમ એકઠાં થયેલાં કર્મ સંયુક્ત પુરુષ તપવડે ક્ષીણ કરી નાંખે છે.
૧૦ ઊર્ધ્વ, અધે અને તિર્થો લેકનું સ્વરૂપ, તેને વિસ્તાર, સર્વત્ર જન્મમરણ, રૂપ અરૂપી દ્રવ્ય અને અનેકવિધ ઉપગેનું ચિન્તવન કરવું જોઈએ.
૧૧ જેમણે અંતરંગ (અંતરના રાગ દ્વેષ મહાદિક) શત્રુઓને જીત્યા છે એવા જિનેશ્વરોએ જગતના હિતને માટે આ શ્રુતચારિત્રધર્મ રૂડી રીતે પ્રરૂપે છે, તેમાં જે રકત થયા છે તે ભવ્યાત્માઓ સંસારસમુદ્રને લીલામાત્રમાં પાર પામ્યા સમજવા.
૧૨ મનુષ્યપણું, કર્મભૂમિ, આર્ય દેશ, ઉત્તમ કુળ, આરોગ્યતા અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયે છતે, તેમજ શ્રદ્ધા, સદ્ભાગ અને શાસ્ત્રશ્નવણાદિ સામગ્રી વિદ્યમાન છતે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે.