________________
[ ૧૨૪ ]
શ્રી કપૂરવિજયજી ૭ એવા અનાચરણથી અહીં હેલના પામે છે અને પરભવમાં અધોગતિ પામે છે, ત્યાં પણ સારો માર્ગ મામ દુષ્કર થઈ પડે છે.
૮ જૈનશાસનની ઉન્નતિ કરવી એ સમકિત પામ્યાનો સાર છે. એવી ઉન્નતિ ખરા આત્માથી મુનિવરોથી જ થઈ શકે છે, સંયમમાર્ગમાં કોગે શિથિલ થયા છતાં જે આત્માથી છ ભવનરૂપણાથી સ્વાત્મનિંદાપૂર્વક મહાગુણની ખરી પ્રશંસા કરનાર હોય છે તે પ્રશંસાપાત્ર છે.
૯ જે પોતે ગુણહીન છતાં અન્ય ગુણવંતા સાધુની હડ– હરીફાઈ કરવા જાય છે અને સુસાધુજનની નિંદા-હેલના કરે છે તેનું સમકિતબીજ બળી ગયું છે એમ જાણવું.
૧૦ જિનશાસનમાં દઢભાવિત મતિવાળા સમકિતવંતને કઈ શિથિલાચારી સાધુ કે શ્રાવક પ્રત્યે પણ ઉચિત સાચવવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવભેદે અપવાદાદિક કારણે પ્રવૃત્તિ કરવી જરૂરની હોય છે.
૧૧ સુવિહિત સંવેગી (વૈરાગ્યથી ભરેલા) સાધુએ, અન્ય પાસથ્થા, અવસાન્ના, કુશીલ, સંસકત અને યથાøદી (સ્વચ્છેદી) સાધુઓને ઓળખી તેમનાથી સાવધાનપણે દૂર રહે છે અને સ્વસંયમમાર્ગની ઠીક આરાધના કરી કલ્યાણ સાધે છે.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૨૧ ]
સુશિષ્યની પવિત્ર ફરજ. કવચિત્ ગુરુમહારાજ પ્રમાદવશ થઈ સંયમમાર્ગથી ખલિત થાય તે તેને પણ સુશિવે વિનયયુક્ત મિણ વચ