________________
[ ૧૨૨ ]
શ્રી કરવિજયજી તેમણે કીતિને માટે વલખા મારવાનું મૂકી દીધું, તેમણે તેમને જરીને શિરપંચ અને સુવર્ણના કીર્તિપદક ઉતારી નાખ્યાં, કીર્તિની ઝંખના નહીં, પણ શાન્ત આત્મસમર્પણની સાધના તેમણે આદરી (શરૂ કરી).
કીર્તિ નહીં પણ મુંગે ત્યાગ જ આજના ભારતનું-તરુણ હિંદીઓનું જીવન ધ્યેય હોવું જોઈએ. આત્મસમર્પણની ભાવના જ આ યુગનો જીવનમંત્ર હેવો જોઈએ. એ મંત્રમાં જ આજના ઘવાયેલા, જખમી ભારતવર્ષને નવજીવન અર્પવાનું બળ રહ્યું છે, કીર્તિના કામી નહીં પણ શાન્તસમર્પણ ધર્મના જ અનુયાયી કેટલા હિન્દીએ આજે ભારતમાતાની મઢુલીમાં ચૂપચાપ સેવાકાર્ય કરવા તૈયાર છે?
સ્વાર્થ-અંધતા તજી, સ્વપર હિતકારી માર્ગ જ આદરવો જોઈએ-આપણા સૌના શ્રેય સાધન માટે એકાત હિતકારી જ્ઞાની પુરુષોએ મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતા રૂપ ચાર ઉદાર ભાવના સદા ધારવા માટે ઠેકાણે ઠેકાણે ભાર દઈને બોધ આપે છે, તે આપણે સ્વાર્થોધ બની વિસારી મૂકી, સ્વછંદપણે ચાલતા રહી, કૃતન બનવું નહી જોઈએ. તેમના નિઃસ્વાર્થ ઉપદેશનો સર્વ પ્રયત્ન આદર કરી આપણે સ્વપરહિતમાં વધારો કરવાથી જ કૃતજ્ઞ બનશું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૮ ] સંયમ યતના અધિકાર. ૧ જે પડિમાવહન પ્રમુખ દુષ્કર સાધુકરણ કરી ન શકાય તે પછી સાધુગ્ય સંયમયતના કરવામાં કેમ શિથિલતા, બેદરકારી યા પ્રમાદ સેવાય છે?