________________
[૧૧૬ ]
શ્રી કરવિજ્યજી ધર્મને સેવે છે તેમને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. દાન, શીળ, તપ અને ભાવરૂપ અથવા સાધુ અને ગૃહસ્થ ગ્ય વ્રત–નિયમને યથાવિધિ યથાશક્તિ સેવન કરવારૂપ વ્યવહાર ધર્મ શુદ્ધ સ્ફટિક સમાન ઉજવળ છે. તે નિષ્કષાતારૂપ આત્માના પરિણામને પામવારૂપ નિશ્ચય ધર્મને પ્રગટ કરવા માટે જ છે.
૨. જે એક ક્ષણ પણ સદ્ધર્મસેવન વગર વ્યતીત કરાય તે કષાય અને ઇન્દ્રિય-વિષયરૂપી ચેર આત્મસંપત્તિ ચેરી જાય એમ હું માનું છું. તેથી જ સાવધાનપણે પ્રમાદ તજી સતત સદ્ધર્મનું સેવન કરવું ઘટે.
૩. જ્યાં સુધી તારું આયુષ્ય દઢ છે ત્યાંસુધી તને ધર્મકાર્ય કરવામાં મતિ થઈ શકશે. આયુષ્યકમ ક્ષીણ થયા પછી તું શું કરી શકશે ? કંઈ પણ કરી શકીશ નહીં, માટે પ્રથમથી ધર્મકાર્યમાં મતિ રાખ.
૪ હે જીવ ! તું યત્નવડે ધર્મ આચરણ કર, કાયર ન થા, કારણ કે જેનું ચિત્ત સદ્ધર્મસેવનમાં તત્પર હોય છે તેનું જ જીવિતવ્ય સફળ છે.
૫. સદ્ધર્મ–સેવન કરનારા મૃત્યુ પામ્યા છતાં જીવતા જ જાણવા અને પાપકર્મને કરનારા જીવતાં છતાં મૃત્યુ પામેલા જેવા જાણવા.
૬. ધર્મરૂપી અમૃતના સેવનવડે દુઃખ અને વ્યાધિને નાશ થાય છે અને ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તેથી તેમાં પ્રમાદ કર ન જોઈએ.