________________
[ ૧૧૪]
શ્રી કરવિજયજી સમકિત ગુણ પ્રાપ્ત થાય છે. તેનાં પાંચ લક્ષણોને બરાબર સમજી સુજ્ઞજનોએ તેને આદર કરવા દઢ પ્રયત્ન કરવો જોઈએ.
૩ પહેલું લક્ષણ-ઉપશમ આત્મામાં આવવાથી સામા અપરાધી જીવનું મનથી પણ અહિત કરવા ચિતવન થવા પામે નહીં. બની શકે તેટલું તેનું હિત ચિત્તવન જ કરે.
૪ બીજું લક્ષણ-સંવેગ આવવાથી ગમે તેવા દેવ, મનુષ્યના સુખ તુચ્છ જેવાં ભાસે અને કેવળ એક્ષ-અવિનાશી સુખની જ વાંછા-ઈચ્છા-અભિલાષા જાગે.
૫ ત્રીજું લક્ષણ-નિર્વેદ પ્રગટતાં આ સંસારના સઘળા બંધનથી છૂટી મુક્તિ થવાની મનમાં ચાહના થાય.
૬ ચેાથું લક્ષણ-અનુકંપા આવવાથી દુ:ખી જનોનાં દુખ દૂર કરવા અને ધહીન હોય તેને ધર્મ–માર્ગમાં જેડી સુખી કરવા હૃદયમાં દયાદ્રતા પ્રગટે.
૭ પાંચમું લક્ષણ-આસ્તિકતા આવવાથી વીતરાગ પ્રભુનાં એકાન્ત હિતકારી વચન ઉપર દઢ પ્રતીતિ થવા પામે, ગમે તેવા પ્રલોભનોથી ડગે નહીં એવી અચળ અડગ શ્રદ્ધા થાય અને અનુક્રમે આત્માની ખરી ઉન્નતિ સધાય.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૮ ] કલેશ–ન્યાગ કેટલે બધે હિતકારી છે? ૧. આપત્તિમાં પણ કલેશ-બેદ-શેક-પરિતાપ કરે નહીં, કારણ કે કલેશ એ જ ભારે કર્મબંધનનું કારણ છે. કલેશના પરિણામ(અધ્યવસાય)થી જ જીવ દુઃખી થાય છે.