________________
[ ૧૧૨ ]
શ્રી કરવિજયજી ૭. મહાવીર સ્વામી પ્રમુખ પરમ પવિત્ર પુરુષનાં ચરિત્ર વાંચી-સાંભળી-તેનું મનન કરી જેમ બને તેમ શીધ્ર ચેતી, વછંદતા તજી, પ્રમાદ રહિત સત્ય સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવા માટે સુજ્ઞ જનેએ સફળ પ્રયાસ કરવાનું લક્ષ રાખવું
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૫ ]
જોઈએ.
શ્રી આચારાંગ ભાષાન્તરકારના હૃદયના ઉદ્દગાર
૧ જગતમાં રહેલા તમામ જીવો સુખ પામે, તેમના તમામ દુઃખ-દર્દ દૂર થાઓ અને તેઓમાં સત્ય જ્ઞાનને પ્રકાશ થાઓ, એ અમારી પહેલી ભાવના છે.
૨ ધર્મશાસ્ત્ર અને સાયન્સ(સિદ્ધપદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર)ને જયાં પરસ્પર વિરોધ પડતું હોય, તેવા સ્થળે ધર્મશાસ્ત્રમાં વપરાયેલી ગુપ્ત (સાંકેતિક) ભાષા લક્ષમાં લઈ તેના સમ્યગ અર્થ કરવા માટે ખરેખર બુદ્ધિમાન મહાપુરુષે આ ભૂમંડળ ઉપર અવતરે, તેઓ મુગ્ધ શ્રદ્ધાએ ન દેરાતાં ખરું સત્ય શોધીને સત્યને જ કાયમ રાખવા. દરેક ધર્મશાસ્ત્રની ગુપ્ત વાણના તે તે દેશકાળને અનુસરતા ઘટિત અર્થ બતાવીને જનમંડળમાં વ્યાપી રહેલા મિથ્યાત્વ( જૂઠ અને વહેમ)ને ઉચ્છેદ કરે, એ અમારી બીજી ભાવના છે.
૩ ધર્મવિરોધ દૂર થાઓ. સઘળા ધમમાં દયાને મહિમા દઢમૂળ થાઓ. સઘળા ધર્મોમાં સત્યના મૂળ શોધાઓ અને એ રીતે સઘળા ધર્મો દયા અને સત્યના મજબૂત પાયા પર સ્થાપિત થઈ ધર્મે કયતા કાયમ થાઓ, એ અમારી ત્રીજી ભાવના છે.