________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] બેપરવાપણું પ્રગટે તે જ સાચું ભાવ–ભજન લેખાય, એવા ભાવભજનયોગે આત્માની તન્મયતાથી જીવનું શીધ્ર કલ્યાણ થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૦૮ ]
મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત
વિચારબિન્દુમાંથી ઉદ્ભૂત. ૧. ઉત્સવભાવને પરિણામ વિશેષ સંખ્યાતાદિક ત્રિવિધ ( સંખ્યાત, અસંખ્યાત અને અનંત) સંસાર(બ્રમણ) સંભવે. અનંત તો વ્યવહાર ભાષામાં કહીએ.
૨. ઉસૂત્રભાષણાદિવડે કરેલા પાપનાં પ્રાયશ્ચિત આશ્રી પણ પરિણામવિશેષને જ અનુસરવું. પ્રત્રજ્યામાં બધાં પ્રાયશ્ચિત આવી જાય છે.
૩ અનાભેગ( અવ્યક્ત )મિથ્યાત્વ, તથા બીજા ચાર સાંશયાદિક વ્યક્ત મિથ્યાત્વ તે બધાં અભવ્ય અને ભવ્ય એ બનેને હોય.
૪. નિગોદમાં રહેનારા છ બે પ્રકારના છેઃ વ્યવહાર રાશિના અને અવ્યવહારરાશિના. તેમાં જે વ્યવહાર રાશિના જીવો છે તે નિગોદથી નીકળીને શેષ જીવરાશિ મળે ઉત્પન્ન થાય છે. તેમાંથી નીકળીને કેટલાએક ફરીને પણ નિગદ મળે આવી ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ઉત્કૃષ્ટા આવળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુ પુદગલપરાવર્તી સુધી રહી, તેમાંથી નીકળી, ફરી પાછા નિગદમાં ઉપજે છે. એમ વારંવાર વ્યવહારરાશિવાળા જેની ગતિ-આગતિ થયા કરે છે. એ વચન