________________
[ ૧૦૬ ]
શ્રી કપૂરવિજયજી તેમ છતાં તેમાં કેટલી બધી ન્યૂનતા રહે છે તે અંતરદષ્ટિથી જ સમજી શકાશે.
૨૧. દયા, લજજા, કૃતજ્ઞતા, વિનય, દાક્ષિણ્યતા, મધ્યસ્થતા, સરલતા, સત્યનિષ્ઠતા, દીર્ઘદશિતા, પરોપકારશીલતા, ગંભીરતા, સુદઢતા ને ચકરતા વિગેરે અનેક ગુણેના અભ્યાસથી જ ખરી પાત્રતા મેળવી પ્રમાદ રહિત સ્વધર્મનું સેવન કરવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, ૫. ર૯૯]
ખરું ધ્યાન ને ભજન ધ્યાન એટલે પિતાના શુદ્ધ સ્વરૂપમાં લીન-એકાગ્ર થવું અને જડ-અનામ ભાવને નાશ કરે. મન-વચન-કાયાની એકાગ્રતા(એકતા)થી હૃદયને સાચે સહચાર હોય તે ધ્યાન સાચું-સફળ થાય છે. તે વગરનું ધ્યાન તે કાચું-નિષ્ફળ હોય છે. મુમુક્ષુ આત્મા એક સત્યનો જ સહચારી હોય છે, માટે ધ્યાન, શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈનું કરવું નહિ. તે જ સાચું–સફળ થાન છે, કે જેથી આત્મા પરમાત્મા દશાને પામી શકે છે.
શાશ્વત વસ્તુને ખરા ભાવથી ભજવું–ચાહવું અને તેની ખાતર સર્વસ્વને ભેગ આપવો તેનું જ નામ ખરું ભાવ-ભજન છે. શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમનું એ પરિણામ છે. તે વગરનું બાહ્યા દેખાવરૂપે કરંજનાથે કરાતું ભજન તે આત્મપ્રતારણા જેવું છે. જેમાં પરમાત્મા પ્રત્યે અનહદ પ્રીતિ ઉભરાય અને બાહ્ય પૌગલિક પદાર્થો પ્રત્યે કે તજજનિત સુખ પ્રત્યે ઉદાસીનતા