________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૫] સેવન કરવા સદાય લય રાખવું. ટુંકાણમાં સુખનું મૂળ સમતા ને દુઃખનું મૂળ મમતા છે.
૧૦ ખરી વાસ્તવિક સમતાથી દુઃખમાત્ર શમી જાય છે.
૧૧ ખરી સમતાને ગમે તે પુરુષ કે સ્ત્રી ગમે તે સ્થળે ગમે તે દર્શનમાં પરમ શાંતિ મેળવી શકે છે.
૧૨ શુદ્ધ આત્મતત્વની ઉપાસનાવડે સમતા પમાય છે. ૧૩ શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મ સમતાના સાગરરૂપ છે.
૧૪ સમતાના અથજનોએ સમતાના સાગરરૂપ શુદ્ધ વીતરાગ દેવ, શુદ્ધ નિર્ચથ ગુરુ ને શુદ્ધ અહિંસાધર્મને શુદ્ધ નિષ્ઠાથી સેવવા જોઈએ; તથા અશુદ્ધ દેવ, ગુરુ, ધર્મથી વિરમવું જોઈએ.
૧૫ જેમ સુવૈદ્યનાં હિતવચનને બરાબર અનુસરવાથી વ્યાધિને જલદી અંત આવે છે તેમ શુદ્ધ દેવગુરુનાં એકાન્ત હિતવચનેને બરાબર ટેકથી અનુસરતાં સર્વ દુઃખનો અંત થાય છે.
૧૬. પાત્રતા વગર પ્રાપ્તિ થતી નથી ને થાય તે તે ટકતી નથી. ૧૭. પાત્રતા વગરની મહેનત એકડા વગરના મીંડા જેવી છે.
૧૮. આથી જ શાસ્ત્રકારોએ પ્રથમ પાત્રતા માટે જ ખબ ભાર મૂક્યો છે, તેથી તેમાં દ્રઢ આદર કરવો જોઈએ; તે વગર કરાતી કરણ પાયા વગરની ઇમારત જેવી લેખાય છે.
૧૯. ન્યાય-નીતિ-પ્રમાણિકતા તે ધર્મના મૂળ પાયારૂપ કહેલ છે, તેમ છતાં તેને અનાદર થતો કેટલો બધે જણાય છે ?
૨૦. દઢ ગુણાનુરાગથી જ આગળ વધી શકાય તેમ છે,