________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૩ ] ૧૧. હિમાં સઘળાં કાર્યોનું કેન્દ્રસ્થાન ધર્મ જ હોવું જોઈએ. હિન્દમાં જે વીરતાના જુસ્સાની જરૂર છે તે પણ ધર્મ ભાવનાની જાગૃતિ વગર આવો અશક્ય છે.
૧૨. તમારા હૃદયમાં સ્વધર્મને માટે સાચી લાગણી હોય તે તમે વધમી બંધુને સ્વધર્મમાં દ્રઢ-સ્થિર કરવા પ્રયત્ન કરો તેને પરધર્મમાં વટલવા દેશે નહીં.
૧૩. તન-મનથી નિર્બળ એવા મનુષ્ય આત્માને સાક્ષારકાર કદી કરી શકવાના નથી, તેથી જ તન-મનને કસી મજબૂત બનાવવાની જરુર છે, જેથી તે પોતાના કાબૂમાં આવે.
૧૪. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો. દરેક માણસને તેની મુક્તિ માટે પ્રયાસ કરવા દ્યો.
૧૫. તમારું બ્રહ્મચર્ય તમારી નસોમાં વ્યાપી રહેલા અગ્નિના જેવું તેજસ્વી હોવું જોઈએ.
૧૯. આત્મશ્રદ્ધાવાળા મનુષ્યને માટે કશું અશક્ય નથી. પોતાનામાં અમોઘ સામર્થ્ય છે, પણ તે છુપાયેલું છે તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે.
૧૦. આત્મશ્રદ્ધા બેનાર મનુષ્યને ને પ્રજાને જલદીથી નાશ થઈ જાય છે.
૧૮. લાગણીવાળા હદયની, વિવેકભરી બુદ્ધિની ને કામ કરવાને સશક્ત શરીરની આપણને જરૂર છે.
૧૯ મહાપુરુષો જ્યાં જાય છે ત્યાંનું વાતાવરણ પવિત્ર સ્વર્ગ સમાન જ કરી મૂકે છે, માટે જાગૃત બને અને કર્તવ્યપરાયણ થાઓ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૭૫)