________________
[ ૧૦૨ ]
શી કપૂરવિજયજી ૩. તત્વજ્ઞોએ પિતાના અનુપમ તત્વજ્ઞાનને ચારિત્રમાં ઉતારી તે જ્ઞાન–ચારિત્રને અખિલ જગતને બોધ આપીને સમસ્ત માનવજાતિના ગુરુ થવાનું છે.
૪. ખરેખરો સુધરેલે મનુષ્ય તે છે જેણે પિતાના મન ઈન્દ્રિયોને જીતેલ છે. - પ. તમે ગમે તેટલી પ્રવૃત્તિ કર્યા કરે, પણ તેમાં જ્યાં સુધી નિષ્કામતા કે નિઃસ્વાર્થતાને સ્થાન નહીં આપો ત્યાં સુધી તમારી સઘળી પ્રવૃત્તિઓ અર્ધગતિને જ પ્રાપ્ત કરાવનારી છે. મતલબ કે આપણે નિષ્કામી યા સ્વાર્થ ત્યાગી થતાં શિખવાની જરૂર છે.
૬. સર્વોપરી-સર્વોપયોગી નિષ્કલંક ધર્મ પ્રભુ અને પ્રભુ તુલ્ય પ્રાણવગ પ્રત્યે પ્રેમ અને અત્યંત પવિત્રતા ઉપર રચાયેલ છે, તેને અનુભવ કરો. - ૭, તમે સત્યને માગે તમારું જીવન ગાળે અને તમારા આત્મામાં પ્રકાશ ઉત્પન્ન કરી મૂકે. - ૮ સત્ય તે તમારા હૃદયમાં જ છે. તમારે પંથ તમને તે બતાવશે નહીં પણ તેને શોધી કાઢીને તમારા પંથમાં દાખલ કરવું જોઈશે. ' ૯ ખરો શિષ્ય જ બેશક ખરે ગુરુ બની શકશે. મન છયું તેણે સઘળું જીત્યું.
૧૦. રાગ દ્વેષ--અહંતા મમતાથી રહિત થયેલા મનુ જ જગતને ઉપકારક હોઈ શકે. તેમનાં જ કાર્યો ઉચ્ચ ને દિવ્ય બની શકે. બીજા જેવાતેવાનાં નહીં.