________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી સંયમ, તપ ને ચારિત્ર-ધર્મમાં સાવધાનપણે સૌ સુધી પણ એક સ્થાને વસતા મુનિજનેને આરાધક કહ્યા છે. તેથી એ ફલિત થાય છે કે જિનશાસનમાં એકાન્ત વિધિ નિષેધ નથી કહા, સ્યાદ્વાદપણાથી એમ કહેલ જાણું લાભાકાંક્ષી વણિકની પેઠે કલ્યાણના અથી સાધુજનોએ લાભ-હાનિનો વિચાર કરીને લાભદાયક (સંયમરક્ષક ને પિષક) માર્ગ ગ્રહ ને હાનિકારક માર્ગ તજ. - ૩૪ પરનિંદા, આપબડાઈ, ઈષ્ય–અદેખાઈ, અસહિષ્ણુતા વિગેરે દેનું સેવન કરતા રહેવાથી તે વૃદ્ધિ પામી આત્માને ખૂબ નીચો પડે છે.
૩૫ આત્મલઘુતા, પ્રશંસા, દ્રઢ ગુણાનુરાગ, ગંભીરતાદિક સદ્દગુણનું સતત સેવન કરવાથી આત્મા ઉન્નતિ પામે છે.
૩૬ પાંચ સમિતિ ને ત્રણ ગુણિરૂપે પ્રવચન માતાને સારી રીતે વિવેકપૂર્વક સેવનાર જ્ઞાની સંયમી અક્ષય સંપદાને પામે છે.
૩૭ અકુશળ-દુષ્ટ મનને નિગ્રહ અને કુશળ મનને આત્મ-કલ્યાણાર્થે પ્રવર્તાવવાથી મનગુપ્તિ લેખાય છે.
૩૮ અકુશળ વચન–વાણનો નિગ્રહ અને કુશળ વાણીને આત્મકલ્યાણાર્થે જ પ્રયોગ કરવાથી વચનગુમિ ગણાય છે.
૩૯ કાચબાની પેરે કાયાને-ઈન્દ્રિોને સંવરી–ગોપવી રાખી તેને કેવળ આત્મકલ્યાણાર્થે ઉપયોગ કરવાથી કાયમુર્તિ લેખાય છે. ગુપ્તિનું પાલન એ સાધુને મુખ્ય માર્ગ છે અને સમિતિનું પાલન કારણવશે અપવાદ માર્ગ છે.
૪૦ માર્ગે જતાં આવતાં નાહક કોઈ જીવની વિરાધના