________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૯૯ ] ૨૬ વિનય શાસનનું મૂળ છે. વિનયવંત જ ભાવસાધુ હાઈ શકે છે તે પછી વિનયથી દૂર રહેનારને સત્ય ધર્મ ને તપને લાભ ક્યાંથી મળે?
૨૭ જેમ જેમ શરીર ખમે અને સંયમવ્યાપાર પણ ન સીદાય તેમ વિવેકસર તપ કરવાથી ઘણે કર્મક્ષય અને નિઃસ્પૃહતાથી ઈન્દ્રિયદમન થાય છે.
૨૮ રોગને સહેતાં સંયમવ્યાપાર ન સદાય અને સહન કરવાની સારી શક્તિ હોય તો તેની ચિકિત્સા કરાવવી નહીં. કર્મનિર્જરાને એ સાચે માર્ગ છે.
૨૯ નિત્ય શાસનભાકારી, ચારિત્રમાં ઉજમાળ અને શુદ્ધ આત્મલક્ષયથી સાધુપંથે વિચરતા સાધુઓની સર્વ શક્તિથી સેવા કરવી, તેમજ સંયમમાર્ગમાં શિથિલ છતાં શુદ્ધપ્રરૂપક સાધુની પણ યોગ્ય સેવા કરવી.
૩૦ છસેવી, જ્ઞાન અભ્યાસી, ગુરુસેવી, અનિયતવાસી અને સંયમકરણમાં સાવધાન-એમાંના અધિકાધિક વિશેષણવાળા સાધુને સંયમની આરાધક કહ્યા છે.
૩૧ મમત્વ ને અહંકાર રહિત સતા જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સાવધાનતાવાળા સાધુ કારણવશાત એક ક્ષેત્રમાં સ્થિર રહ્યા છતાં પણ પૂર્વકર્મદળને ખપાવે છે.
૩૨ ક્રોધ, માન, માયા, લોભ ને પરિસાને જીતી લેનારા ધીર સાધુઓ વૃદ્ધ અવસ્થાને લીધે એક સ્થળે રહ્યા સતા પણ ચિરસંચિત કર્મદળને ખપાવે છે.
૩૩ પાંચ સમિતિવડે સમિતા અને ત્રિગુપ્તિવડે ગુપ્તા,