________________
લેખ સગ્રહ : ૮ :
[ ૯૭ ]
૯ ગમે તેવા મનાવાંચ્છિત સુખા જીવિત પન્ત ભાગવ્યા છતાં જીવને તેવડે તૃપ્તિ થતી નથી એમ સમજી તે ક્ષણિક સુખથી વિરમવું જ સારું છે.
૧૦ હીનાચારી સાધુ સાથે આલાપ–સલાપ, એકત્ર નિવાસ, વિશ્વાસ, પરિચય તથા વસ્ત્રાદિક લેવાદેવાના વ્યવહાર મહાપુરુષાએ નિષેધ્યેા છે.
૧૧ ભાગ-ઋદ્ધિ ને સંપદા સર્વ ધર્મનું જ ફળ છે એમ જાણ્યા છતાં મૂઢમતિવાળા જીવા પાપકર્મોમાં રક્ત રહે છે ને દુ:ખી થાય છે.
૧૨ સૂત્ર-શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરતા જીવ અતિ ચિકણાં કર્મ બાંધે છે અને માયા–મૃષાને સેવે છે, જેથી તેના જન્મ મરણના વધારા થયા જ કરે છે.
૧૩ ચક્રવતી સઘળું રાજ્યસુખ તજે, પણ શિથિલવિહારી સાધુ દુ:ખી થયા છતાં શિથિલપણાને તજતા નથી. ( કર્મીની કેવી વિચિત્રતા !)
૧૪ જ્યાં સુધી આયુષ્ય ખાકી છે અને ઘેાડા ઘણા પણ ઉત્સાહ તન મનમાં રહ્યો છે ત્યાં સુધી તપ-જપ, સંયમ અનુછાન સાવધાનપણે સાધી આત્મહિત કરી લેવુ, જેથી આગળ ઉપર શશી રાજાની પેઠે શાચ કરવા ન પડે.
૧૫ જિનવચનને નથી જાણતા તે શાચવા યોગ્ય છે; પરંતુ તે જાણ્યા છતાં પણ જે આદરતા નથી તે અત્યંત શેાચ્ય છે, કેમકે તે હાથ આવી માજી બગાડી દે છે.
L