________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૯૫ ] દેવના પ્રબળ પુન્યવાળા સમયમાં જેન શાસનની સ્થિતિ સંપૂર્ણ સંતોષકારી હોય તેમાં નવાઈ નથી, પરંતુ ત્યારબાદ તેમની પટ્ટપરંપરાએ થયેલા કઈક મહાનુભાવ આચાર્યાદિકના સત્ય સાન્નિધ્યથી શાસનની અને સમાજની સ્થિતિ એકંદર સારી સુખકારી રહેલી લેખી શકાય. એવા ઉત્તમ કલ્યાણ મિત્રોને સંગ સુખદાયક હોય તેમાં નવાઈ શી? કાળની દુષમતાને લીધે તેમનામાં જ્યારથી મોહમાયાવશ સવાથી પણું દાખલ થયું અને દઢ સદગુણાનુરાગને બદલે પરસપર ઈષ્યોઅદેખાઈ પ્રમુખ દોએ જોર પકડયું ત્યારથી કલેશ-કંકાસની સાથે શાસન ને સમાજની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી ગઈ અને અત્યારે આપણે સહુ પ્રગટ જોઈ શકીએ છીએ તેમ તેણે અતિ ભયંકર રૂપ પકડ્યું છે, તેમ છતાં હજુ આપણી આંખ ન ઉઘડે ને એમ ને એમ અનર્થકારી માર્ગમાં વધારે વહેતા રહીએ તે ચાલુ દુર્દશામાં કેટલો બધે ભયંકર વધારો થઈ જશે તેને ઊંડે વિચાર કરતાં કમકમાટી છૂટે એમ છે. દુરં. દેશી શાસનપ્રેમી સહદય જનેએ જે જે અનર્થકારી દોષોથી આપણી દુર્દશા થયેલી છે તે તે દેને દરેક શકય, સત્ય અને સમર્થ ઉપાયથી દમીને દૂર કરવા ભારે પ્રયત્ન-પુરૂષાર્થ કરે ઘટે છે. જીવન-મરણ જેવા ભારે ગંભીર પ્રસંગમાં કેવળ ઉપેક્ષા કરી બેસી રહેવું ઘટતું નથી. ત્યાગી વર્ગમાં તેમજ ગૃહસ્થ વર્ગમાં જ્યારે સ્વેચ્છાચાર પૂરજોશમાં ચાલી રહ્યો હોય, ત્યારે તેની અટકાયત કરવા-કાબૂમાં રાખવા કોઈ સમર્થ પ્રભાવશાળી વ્યક્તિને પ્રમુખપદે (નાયકરૂપે) સ્થાપી તેની હિત સૂચનાઓને અનુસરી ચાલવું જોઈએ, જેથી પરિણામ સુધરે.
[જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૩૬૨]