________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૯૩ ] તાલધ્વજગિરિ ૧. શત્રુંજય મહાતીર્થથી બહુ દૂર નહીં એ, શત્રુંજયના ઉત્તમ ૨૧ નામમાં ગણાતો આ તાલવજગિરિ નાજુક છતાં કુદરતના અભ્યાસી જનનું ખાસ ધ્યાન ખેંચે છે. તેનું કારણ આખો પહાડ નાની મોટી અનેક પુરાણું ગુફાઓનું સ્થાન છે. જો કે તેનો ઉપયોગ સાધુ-મુનિરાજે ધારે તો જ્ઞાન ધ્યાનની પુષ્ટિ અથે બહુ સારો કરી શકે, પરંતુ તે તરફ વર્તમાન સાધુ-મુનિજનનું લક્ષ્ય બહુ જ ઓછું રહે છે, તેથી ઉક્ત સકળ ગુફાઓ વપરાશ વગરની રહેતી હોવાથી અન્ય અજ્ઞાન જનો તેનો દુરુપયોગ પણ કરતા જણાય છે એટલે તેમાં દિશા જંગલ પણ જાય છે. એવી અશુચિ થતી અટકે એવી તજ. વીજ કરવામાં આવે તો એ દૈવી ગુફાઓ જોતાં જોનારાઓને બહુ બહુ આહૂલાદ થાય. ખૂબી જેવું છે કે ઉકત ગુફાઓ પૈકી કેટલીકના મુખભાગમાં એક સ્વચ્છ પાણીનું ટાંકું આવેલું હોય છે, તેથી તેમાં નિવાસ કરવા કે તેનો લાંબો વખત લાભ લેવા ઈચ્છનારા ગૃહસ્થજનને પણ સગવડભર્યું લાગે છે.
૨ ચઢાવમાં આ ગિરિ શત્રુંજય, ગિરનાર પ્રમુખની અપેક્ષાએ બહુ ટુંકે હેઈ, ચઢનાર ગમે તો બાળ, ગ્લાન કે વૃદ્ધ હોય છતાં તેને મુશ્કેલી ભાગ્યે જ પડે છે. તે સુખે સુખે એક કે વધારે યાત્રાઓનો લાભ ધારે તો દિન પ્રત્યે લઈ આનંદ મેળવી શકે છે.
૩ અહીં પુરાતન મંદિરમાં બિરાજમાન પ્રભુ સાચાદેવના નામથી મશહૂર (ઓળખાય ) છે, મંદિરની આસપાસ વિશાળ ચક છે અને બાજુમાં કેટલીએક દેવકુલિકાઓમાં જિનપ્રતિમાઓ છે. તેમાંની કેટલીએક પ્રતિમાઓ પુરાતની લાગે છે.