________________
લેખ સંગ્રહ : ૮ ?
[ ] તજતા જ નથી તેમને અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને સભ્યત્વ તથા ચારિત્રધર્મમાં વધારે દ્રઢતા થવા પામે છે.
૮ પ્રથમ તો ગુરુવચન સળગતા અગ્નિ સમું તીખું લાગે છે, પરંતુ પરિણામે કમળદળની જેવું કમળ-શીતળ જણાય છે.
૯ સદ્દભાગી શિવે ગુરુવાસને એવી રીતે સેવે છે કે તેઓ પંથક મુનિની પેઠે ગુરુમહારાજને પણ પરમ કલ્યાણકારી જ થાય છે. પરમ વિનીત પંથક મુનિનું પવિત્ર ચરિત્ર ઉપદેશમાળાથી જાણી લેવું.
૧૦ સર્વલબ્ધિસંપન્ન શ્રી ગૌતમસ્વામી પ્રમુખ ગણુધરે પણ તવમોક્ષગામી હતા, તેમ છતાં ગુરુકુળવાસને જ સેવી રહ્યા હતા.
૧૧ ગુરુકુળવાસ તજીને એકલા સાધુ ફલવાલકની પેઠે શંકા રહિત અકાર્ય કરે છે અને વ્રતભ્રષ્ટ બની ચાર ગતિરૂપ સંસારમાં રઝળે છે.
૧૨ તેટલા માટે શિષ્ય સાધુજનોએ મેક્ષના આદિ કારણ રૂપ ગુરુકુળવાસને જ સેવ-આદર એટલે સદ્દગુરુનું જ શરણ લેવું અને તેમની પાસે જે કંઈ ખલના થઈ હોય, પ્રમાદાચરણ થયેલ હોય, તે નિ:શયપણે-નિષ્કપટપણે-સરલતાથી સારી રીતે આલેચવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૨૧ ]
જિનભવનાદિક નિર્માણ કરવા સંબંધી શાસ્ત્રનીતિ.
ન્યાયસંપન્ન વિભવવાન, મહર્તિક, પ્રભાવશાળી, રાજમાન્ય અને લોકપ્રિય એવા શાસનરસિક શ્રેણી પ્રમુખને જિનભવનાદિક નિર્માણ કરવાના અધિકારી કહ્યા છે. તે પ્રસંગે કોઈ પશુ કે