________________
[ ૯૨ ]
શ્રી કપૂરવિજયજી મનુષ્યને તે કાર્ય માં રેકતાં કશે ઉપતાપ ન થાય તેવા કોમળ પરિણામ સાથે દરેક કાર્યમાં જીવની યતનાપૂર્વક ઉદાર દિલથી સુનિપુણ સુશીલ કારીગર પાસે તેમની પ્રસન્નતા જાળવીને કામ લેવું જોઈએ. શાસ્ત્રોક્ત નીતિ મુજબ શલ્યરહિત ભૂમિ શુદ્ધિપૂર્વક જિનભવન તૈયાર થયાબાદ તરત થોડા દિવસમાં ઉક્ત જિનભવન મળે સુંદર જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવાથી તે સુશોભિત બને છે. માંસ-મદિરાથી તદ્દન દૂર રહેનારા કુશળ કારીગરો પાસે જ ઉક્ત જિનબિંબ નિમણ કરાવી, તેની ભવ્યમુદ્રા નિરખતાં જ સારા પારિતોષિક (ઇનામ) આપવાવડે તે કારીગરોને સંતોષ આપ ઘટે. એ જિનભવન ને જિનબિંબ પ્રતિષ્ઠા પ્રસંગે વિધિબહુમાનપૂર્વક પૂજા-પ્રભાવનાદિક યાચિત કરણ શુદ્ધ લક્ષ્ય સહિત કરવી, જેથી શાસનની ઉન્નતિ–પ્રશંસા થવા પામે તથા તેવી શુભ કરણનું અનુમોદન કરવાથી અનેક ભવ્યજનો પુન્ય હાંસલ કરી શકે. આજકાલ આવા ઉત્તમ કાર્યોમાં શાસ્ત્રનીતિને અનુસરવાની ઓછી દરકાર કરવામાં આવે છે, જેવાં તેવાં માણસો પાસે જયણને વિસારી કામ લેવામાં આવે છે. તેને બદલે સ્વપરને ભાલલાસ પ્રગટે એવી કુશળતાથી શાન્તિપૂર્વક પરંપરાએ અનેક જીવોને કલ્યાણકારક આવા કામમાં ખૂબ કાળજી રાખી જયણા સહિત શાસ્ત્રનીતિથી જ પ્રવર્તવું યોગ્ય છે. પંચાશકાદિકમાંથી તે માટે વિશેષ અધિકાર મળી શકશે. ઈતિશમ,
[ . ધ. પ્ર. પુ. ૪૨, ૫. ૨૮°]