________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૮૯ ] ૩ શાસ્ત્રમાં અમુક અવગ્રહ-મર્યાદા–અંતર રાખી દેવગુરુની સેવા-ભક્તિ-સ્તુતિ-સ્તવનાદિક કરવા ફરમાવ્યું છે. તેમાં પણ બહુધા મંદ આદર થતો જાય છે. દેરાસરમાં ઉત્કૃષ્ટ ૬૦ હાથને, જઘન્ય ૯ હાથને અવગ્રહ રાખવા ફરમાન કરેલ છે, તે પ્રમાણે વર્તવાથી આજ્ઞાનું પાલન થાય છે ને આશાતનાથી પણ બચાય છે. તે રીતે જ ગુરુવંદન પ્રસંગે પણ ગુરુને અવગ્રહ સાચવવા ફરમાન છે. તે મુજબ વર્તન વાથી જ લામ સંભવે છે. એવો ખ્યાલ વંદન કરનારને યથાર્થ આવે એ સચોટ ઉપદેશ મળવો જોઈએ. તે જ પેસી ગયેલી મંદતા-શિથિલતા ઓછી થવા પામશે; નહિ તો ગૃહસ્થને પરિચય વધતે જવાથી ધીમે ધીમે ગોટાળે વધી પડવાથી શાસનની હેલના થવા પામશે.
૪ સાત પ્રકારની શુદ્ધિ સાચવવા પૂરતું લક્ષ્ય રાખવું જોઈએ. ન્યાયદ્રવ્યનો પ્રભાવ લોકોના દિલ પર બરાબર ઠસી જ જોઈએ અને યથાર્થ વિધિ પાળવા તરફ બરાબર રુચિપ્રીતિ જાગવી જોઈએ.
૫ શુદ્ધ દેવગુરુ જેવા પવિત્ર થવા અને રાગદ્વેષાદિક દોષે નિવારવા અથે જ તેમને ભેટવા જવાનું છે, એવું સદેદિત લક્ષ્ય રહેવું જોઈએ.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૧૧૫]
ગુરૂકુળવાસ પ્રસંગે શાસ્ત્રકારે વર્ણવેલું શિષ્યસ્વરૂપ.
૧ સુશિષ્ય ગુરુમહારાજના આશયના જાણ, ચકર, ઉપશાત અને કુળવધુની પેઠે કઈ રીતે ગુરુમહારાજને નહિ તજનારા, વિનય કરવામાં સદાય તત્પર તથા કુલીન-જાતવંત હોય,