________________
[ ૮૮ ]
શી કપૂરવિજયજી આંબા વિગેરે શ્રેષ્ઠ વૃક્ષે, સજળ સરોવર, સંત-સાધુજનો અને મેઘરાજ–વરસાદ એ સઘળા પરમાર્થની ખાતર પોતાનું જીવન ટકાવે છે, પિતાના સ્વાર્થની ખાતર નહીં. એ પ્રગટ પ્રત્યક્ષ પ્રમાણથી નીરખીને આપણે સહુએ આપણાથી બને તેટલું તેનું અનુકરણ કરતા રહેવું જોઈએ, ભલું કરતાં શિખવું જોઈએ ને ભૂંડું કરવાથી વિરમવું જોઈએ. સારા કામમાં બનતી સહાય કરવી ને નબળા કામથી વેગળા રહેવું ખરા ગુણીજનને શોધી તેમને શરણે રહેવું, તેમનો ત્રાસ સહેક પણ તેમને ત્રાસ ઉપજાવવો નહીં. સગુણીની પ્રશંસા કરવી, તેમની નિંદા ન જ કરવી. કૃતજ્ઞ થવું પણ કૃતન ન થવું. તે જ શ્રેય થવાનું છે એમ સમજવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૪૭] યાત્રા પ્રસંગે દેવગુરુને ભેટતાં રાખ જેતે વિવેક
૧ શાસ્ત્રમાં દેવ અને ગુરુને સરખા લેખવા કહ્યા છે. તત્વની ઓળખ આપનાર ગુરુદેવને કેઈક રીતે વધારે ઉપગારી પણ લેખવવા યોગ્ય છે. તે અગત્યની વાત વિસારી દઈ બહુધા શુષ્ક ક્રિયાનું સેવન કરાય છે, તેને બદલે વસ્તુતત્વને ઓળખી આમલક્ષપૂર્વક સરસ ક્રિયા-કરણી દેષવર્જિત કરાય તે ખાસ ઈચ્છવા ગ્ય છે.
૨ યાત્રા પ્રસંગે “જયણા” પાળવા બહુ ઓછું લક્ષ્ય રખાય છે. સર્વે જીવે જીવવા ઈચ્છે છે, મરવા નથી ઈચ્છતા તે વિસારી દેવાય છે અને યાત્રાની ગણત્રી ઉપર જ વધારે લક્ષ્ય રખાય છે. તેને બદલે જયણાપૂર્વક પ્રસન્નતાથી સારી યાત્રા કરાય તેવું લક્ષ્ય રાખવું ઘટે છે.