________________
શ્રી કરવિજયજી તેમ શુદ્ધ તત્વ પ્રત્યે પ્રેમ વગર શુન્ય હૃદયવાળે જીવ વ્યર્થ શ્વાસોશ્વાસ લીધા કરે છે. જહાં પ્રેમ તહાં નેમ નહિ, તહાં ન બુદ્ધિ વહેવાર; પ્રેમ મગન જબ મન ભયા, કેન પૂછે તિથિ વાર. ૨૩
જ્યાં શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ પ્રગટે ત્યાં કંઇ હદ-મર્યાદા રહેતી નથી, ત્યાં બુદ્ધિ વ્યવહાર-લેવાદેવાની સરત કરી શકાય નહિ, પાલવે નહીં. મન જ્યારે ખરા પ્રેમરસમાં મગ્ન થઈ જાય ત્યારે તિથિ વાર પૂછવાની ગરજ પણ ન રહે. અસીમ પ્રેમનો પ્રવાહ અખલિત વહેતા જ રહે, ત્યાં તિથિ વાર પૂછવાને કે નક્કી કરવાને અવકાશ જ કયાં રહે છે? પ્રેમ બિના નવિ ભેખ કછુ, નાહક કરે છે બાદ; પ્રેમ ભાવ જબ લગ નહિ, તબલગભેખ સબ બાદ. ર૪
શુદ્ધ પ્રેમની ભાવના વગર ભેખ ધારણ કરે છે તે ફોગટ આડંબર કરવા જેવો છે, કેમકે જ્યાં સુધી શુદ્ધ તત્વ માટે પ્રેમ પ્રગટ નથી ત્યાં સુધી તેવા બાહ્ય ભેખને આડંબર માત્ર કરવાથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન વેત; દુરિજન તજે ન કુટિલતા, સજજન તજે ન હેત. રપ
કાજળ-મશી પોતાની કાળાશ ન તજે અને મુક્તાફળમોતી પિતાની વેતતા–સફેદતા ન તજે તેમજ દુજેન પિતાની દુર્જનતા-દુષ્ટતા ન તજે અને સજજન પિતાની સજનતાઉત્તમતા ન તજે એ તેમને સ્વભાવ છે.