________________
લેખ સંગ્રહ : ૮ :
[૮૫] દિલભર દિલસે જે મિલે, જા દિલ દગા ન હોય સે દિલ કબુ ન બિસરે, કટિક કરે છે કેય. ૧૯
જે નિસ્વાર્થ ભાવે ખરા દિલથી મળે છે તેની પ્રીતિ ગમે છે ને નભે છે–રહે છે, વિસારી પણ વિસરતી નથી. બીજી બેટી પ્રીતિ નથી નભતી. પ્રેમ છુપાયા ના છુપે, જા ઘટ ઉમેગ્યા હોય; જદિય મુખ બોલે નહિ, નેન દેત હય રેય. ૨૦
જેના અંતરમાં શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ પ્રગટ્યો-ઉલસ્યો હોય તે કદાચ મુખથી બેલી ન જણાવે, તો પણ તેના નેત્રમાંથી નિસરતાં પ્રેમાશ્રુ તેની પ્રતીતિ કરાવે છે, તેનું અંતઃકરણ અત્યંત કમળ બન્યું રહે છે, તેની ખાત્રી તેનાં પ્રેમાશ્રુભીનાં નેત્રે આપે છે, શીતળ અશ્રુબિંદુઓ તેની સાક્ષી પૂરે છે. ઘડી ચડે ઘડી ઉતરે, વોહ તે પ્રેમ ન હોય; અઘટ પ્રેમ હિરદે વસે, પ્રેમ કહિયે સાય. ૨૧
જે પ્રેમ-રંગ ટકી ન રહે, ફીકો પડે તે ખરો પ્રેમ કહેવાય નહીં, ખરો પ્રેમ તો હૃદયમાં પ્રગટયા પછી કાયમ બ બન્યા જ રહે. જા ઘટ પ્રેમ ન સંચરે, એ ઘટ જાનું મસાન; જૈસે ખાલ લુહારકી, સ્વાસ લેત બિનપ્રાન, રર
જેના દિલમાં પ્રેમ સંચાર નથી, કમળતા નથી, આસ્તિકતા નથી, તે દીલ સૂનું સ્મશાનતુલ્ય જાણવું. લુહારની ધમ્પણ જેમ પ્રાણવગર પણ હવાથી ઊંચી નીચી થયા કરે છે,