________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૬૫ ] - પ. કોઈ પણ વાતમાં દાખલ થતા પહેલાં તેના લાભગેરલાભ વિચારો–ધ્યાનમાં . “બલવું સહેલું છે પણ વસ્તુને અમલમાં મૂકવી મુશ્કેલ છે.” આથી જો તમે કાર્યની મુશ્કેલી જાણ્યા પછી તે હાથમાં લે તે તેને પાર ઊતારવું તમારે માટે વધારે સહેલું થશે.
૬. સાચી અને સ્વતંત્ર રીતે વિચારતાં શીખે. બીજાએના નિર્ણયથી તણાઈ ન જાઓ. દરેક મનુષ્ય યા વસ્તુ તરફ નિપક્ષપાતપણે જુઓ અને પછી તમારે માટે સ્વતંત્ર રીતે નિર્ણય કરો.
૭ અભિપ્રાયભેદને ખાતર કેઈને ધિક્કારે નહી. એકસરખાપણા કરતાં વિચારની વિવિધતા વધુ સારી છે. જે તે
જ હોય તો તેને વિનયથી સાચા માર્ગે લાવો-લાવવા પ્રયત્ન કરે.
૮. જ્યાં ઈચ્છા હોય છે ત્યાં માર્ગ મળી રહે છે. તમારા હાથને જે કંઈ કરવાનું મળે તે તમારી સઘળી શક્તિપૂર્વક કરો. જો તમે કઈ વાતમાં ઇંતેજાર હે તે તે ઉત્સાહ અને શક્તિપૂર્વક કરશો એટલે તેને તમે સારી રીતે કરી શકશો.
૯. મકાન, અન્ન, વસ્ત્ર, શરીર અને મનની સ્વસ્થતા, તંદુરસ્તી, જ્ઞાન, ચાતુરી અને જીવનની બધી જરૂરીઆત ને સગવડ મેળવવા તમારે પરિશ્રમ કરવો જ જોઈએ.
૧૦. તમારા પિતાના પુરુષાર્થ ઉપર જ આધાર રાખો. પુરુષાર્થ એક જ ઈચ્છિત પ્રાપ્તિનો માનનીય માર્ગ છે. જે તમે મહેનત કરી શકે તે કેઈની સહાય કે સખાવત ઉપર આધાર રાખે નહીં.