________________
[ ૭૪ ]
શ્રી કરવિજય છે ૯. દેરાસરની નજદીકમાં કશી આશાતના થવા દેવી નહિ. ૧૦. દેરાસરમાં કે ઉપાશ્રયમાં કોઈ પ્રકારની કુથલી કરવી નહિ.
૧૧. રાગદ્વેષાદિક ઓછો કરી અંત:કરણ સાફ થાય તેમ ઉપગ રાખી આત્મસાધન કરતા રહેવું.
જૈ. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૦૭
દંડકાદિ દ્વાર તથા જીવવિચાર, નવતવાદિ સંબંધી
બે બેલ. જીવવિચાર, નવતત્વ, દંડકાદિ પ્રકરણ ગ્રંથે પ્રથમ ગેખો કાઢવાની રૂઢી આપણામાં પ્રચલિત છે. બાળવય કે જેમાં તેને અર્થને ગ્રહણ કરવા કે વિચારવાની શક્તિ ન હોય તેમાં તેમ કરવાની પદ્ધતિ કોઈ રીતે ઠીક લેખી શકાય, પરંતુ યોગ્ય વયે તે તેના અર્થ–રહસ્યને અવધારવાથી જ તેની સાર્થકતા થઈ શકે. અદ્યાપિ પર્યત એ રૂઢીને અનુસરીને કે ગતાનુગતિકપણે મેટી ઉમર કે જેમાં અર્થ ગ્રહણ કરવાની અને તેનું મનન કરવાની શકિત પ્રાપ્ત હોય છે તેમાં પણ પૂર્વની રૂઢીને જ અનુસરી મોટે ભાગે પ્રકરણને કંઠાગ્ર કરીને જ સંતોષ માનવામાં આવે તે તે વ્યાજબી ન લેખાય. અર્થગ્રહણશક્તિવાળી વયમાં પણ બાળવય જેવી ચેષ્ટા કરી વિરમાય તે વાસ્તવિક ન લાગે એવી બીના છે. તેથી તેવી વયમાં તે ખાસ કરીને ઉક્ત પ્રકરણનું રહસ્ય સારી રીતે (સુસ્પષ્ટ) સમજીને અવધારી શકાય એમ જ થવું જોઈએ. તેમ છતાં આપણું આધુનિક