________________
લેખ સંગ્રહ : ૮ ?
[ ૭૩ ] સમાજ તરફ અવકન કરી જોઈએ તે તેમને બહાળો ભાગ પૂર્વની રૂઢીને અનુસરવામાં જ-પછી તે ગમે તે શુભ હેતુને અવલંબીને પ્રચલિત થઈ હોય તે તરફ ઓછી દરકાર રાખીને-સંતોષ પકડત જણાય છે. હવે આ બુદ્ધિવાદ યા હતુવાદના જમાનામાં એવી ગતાનુગતિકતા માત્રને વળગી રહેવાથી અધિક લાભ મેળવી શકાય તેમ નથી, તેથી જે કંઈ પ્રતિક્રમણ-આવશ્યકાદિ સૂત્ર તથા પ્રકરણાદિકનું પઠન-પાઠન કરાય તે રહસ્ય સમજી વિદ્યાથી વર્ગને સમજાવવા અને સારી રીતે તેના ગળે ઉતારવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે, એમ થાય તે જ તેને આવશ્યકસૂત્ર અને પ્રકરણાદિકને બેધ સરલ થાય અને તેથી તેને અસલ હેતુ પાર પડે, શ્રદ્ધાની શુદ્ધિનિર્મળતા થાય તેમજ હેય (તજવા), ઉપાદેય (આદરવા ગ્ય)નું યથાર્થ ભાન થવાથી આત્મામાં વિવેકકળા જાગે, અને તેથી રૂડું ચારિત્રબળ પ્રાપ્ત કરવાનું સુલભ થાય, એટલે સદ્વર્તનસદાચારનું સેવન કરવા સાવધાન થવાય.
જે પવિત્ર આશયથી સૂત્રકાર તેમજ પ્રકરણાદિક ગ્રંથકાર મહાશાએ ઉત્તમ સૂત્ર તથા પ્રકરણાદિક રચી આપણું ઉપર અમાપ ઉપગાર કરેલ છે તે આશય આપણે સિદ્ધ કરે જ હોય તે જેમ બને તેમ અધિકાધિક કાળજીથી તેને સામાન્ય વિશેષ અર્થ જાણવા અને તેનું મનન કરવા અને તેમ કરી તેમાંથી સારરૂપ તત્વ આદરવા આપણે અવશ્ય પ્રયત્ન કરવો જ જોઈએ, નહિ તે પોપટના મુખમાં રામની પેઠે આપણે પણ શુષ્ક જ્ઞાની બનવાના અને લગભગ વ્યર્થ કાળક્ષેપ કરવાના. એમ ન થવા પામે અને આપણે સમ્યગૂ (યથાર્થ તત્વ)