________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૮૧ ] જ્ઞાની ગાથા બહ મિલે, કવિ પંડિત અનેક શમરતા ઔર ઇંદ્રિજિતા, કોટિ મચ્ચે એક. ૯
મોઢેથી ખાલી જ્ઞાનની વાતો કરનારા તે ઘણા મળે છે, તેમ જોડકણું કરનારા ને પંડિતમાં ખપનારા પણ અનેક મળી આવે છે, પરંતુ શુદ્ધ સ્વરૂપમાં રંગાયેલા આત્મારામી જ્ઞાનીજન તેમજ ગમે તેવા વિકારજનક કારણે વિદ્યમાન છતાં તેથી નહીં લેપાતા-વિકાર નહીં પામતા-નિલેપ રહેતા-આસક્તિથી અળગા રહેતા-સઘળી ઇંદ્રિયોને કબજે રાખનારા તે કેટિ મધ્યે કોઈક વિરલા જ હોય છે. એવા આત્મારામી ઉત્તમ મહાત્માને શરણે રહેનારનું પણ કલ્યાણ થાય છે. કુલ મારગ છેડા નહીં, રહા માયામેં મેહદ પારસ તે પરસા નહીં, રહા લેહકા લેહ. ૧૦
ગમે તેટલું ભણે પણ પિતાના અપલક્ષણે, કુટેવ, કુવ્યસનાદિક તજે નહીં, મેહ-માયામાં જ મુંઝાઈ રહે, આત્મારામી ઉત્તમ જ્ઞાની વૈરાગી સંત મહાત્માને સંગ ન કરે કે તેમનાથી ખરું આત્મતત્ત્વ ઓળખી ન લે, જ્યાં ત્યાં કેવળ આપબડાઈ જ કર્યા કરે તે અંત સુધી લેઢા જેવો કઠણ હૃદયને મૂર્ખ ને મૂર્ખ જ રહે. આત્માને બરાબર ઓળખ્યા વગર ને આત્મલય જાગ્યા વગર ગમે તેટલું ભર્યું ગયું નકામું, કેવળ ગર્દભ પર ચંદનના ભારની જેમ બોજારૂપ જાણવું. એક ધર્મ–કળા વગરની બીજી ગમે તેટલી કળા નકામી જેવી કહી છે; અને એક ધર્મ કળાવડે બાકીની બીજી બધી કળાની સાર્થકતા થઈ શકે છે. ધર્મકળા પ્રાણસમી અણમૂલી જાણવી