________________
[ ૭૪ ]
શ્રી રવિજયજી જ્ઞાન પ્રાપ્ત કરી સુશ્રદ્ધાળુ તથા સદાચારસંપન્ન બનીએ એટલા માટે ઉક્ત સૂત્ર તથા પ્રકરણાદિકને તેના રહસ્ય સાથે ગુરૂગમ્ય સમજવા આપણે પૂર્ણ કાળજી રાખવી જોઈએ. જે વિનય બહુમાનપૂર્વક આત્માથી પણે તેનો અભ્યાસ કરવામાં આવશે તે એવા શુભ બોધદાયક ગ્રંથમાંથી ભવ્ય જનોને ઘણું જાણવાનું (જ્ઞાન), પ્રતીતિરૂપ કરવાનું (સમ્યકત્વ) અને વિવેકપૂર્વક પ્રવૃત્તિમાં મૂકવાનું (ચારિત્ર) એ પવિત્ર રત્નત્રયી પ્રાપ્ત કરવાનું બની શકશે, અથવા એવા પવિત્ર આશયથી જ સહુ કોઈ આત્માથી જનોએ એવા પ્રકરણના અભ્યાસમાં પ્રવેશ કરવો જોઈએ. તેમાં દંડકાદિક દ્વારનો અત્ર પ્રસંગોપાત જણાવવું ઉચિત છે કે છતી બુદ્ધિએ સવિઘાથી વંચિત રહેવું એના જેવું બીજુ ખેદકારક શું ? હંસની પેઠે વિવેકથી તસ્વાતત્વને વિચાર કરી તેમાંથી સાર તત્વ મેળવી લેવું એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. વિષય, કષાય, નિદ્રા, વિકથાદિક પ્રમાદ આચરણ તજી, આત્માના એકાન્ત હિત માટે સર્વોક્ત ઉત્તમ વ્રત-નિયમ અંગીકાર કરીને તેને યથાર્થ રીતે પાળવા એ જ આ અમૂલ્ય માનવદેહ પાયાનું ફળ છે.
જીવની જડતા દૂર થાય અને નિર્મળ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય, સુંદર કેળવણીખાતામાં ન્યાયપાર્જિત દ્રવ્યનો વ્યય કરે એ જ લમી પાયાનું સાર્થકય છે, તેમ જ પ્રાણુઓનું મન પ્રસન્ન થાય અને તેમનું હિત પણ થાય એવું સમાચિત સત્ય વચન બોલવું એ જ વાચા પામ્યાનું ઉત્તમ ફળ છે. સ્વપકલ્યાણ માટે સતત ઉદ્યમ કર્યા કરે, પ્રમાદ રિપુને વશ ન થવું, વિષય આસક્તિથી દૂર રહેવું, અને સદ્દભાગ્ય