________________
| ૭૬
શ્રી કપૂરવિજયજી
સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચાત્રિ અને ૯ તપ. એ પવિત્ર નવપદ ભવ્યાત્માઓએ સદાય આરાધવા ચેાગ્ય છે. અરિહંતાદિક પાંચ ધર્મી અને દનાદિક ચાર ધર્મરૂપ છે. નિશ્ચય ને વ્યવહારથી ઉક્ત નવપદનું સ્વરૂપ અવધારી તેનું તન્મયપણે ધ્યાન–ચિન્તવન કરનાર ભવ્યાત્મા પાતે જ પૂજનિક થવા પામે છે. તેનું વિશેષ( સવિસ્તર ) વર્ણ ન નવપદ માહારમ્યમાં સમાવેશિત પ્રાકૃત નવપદ પ્રકરણમાં સક્ષિસ વ્યાખ્યાન સહિત કરવામાં આવેલ છે. દરેક ખપી ભાઈહેને ઉક્ત પ્રકરણને પ્રેમપૂર્વક અભ્યાસવું અને તેમાંના સાર સમજી તેવા ઉત્તમ ગુણુ પાતાના આત્મામાં પ્રગટાવવા પ્રયત્ન સેવવા ઉચિત છે. ઉક્ત પ્રકરણને લક્ષ્યપૂર્વક અભ્યાસ કરતાં ખરેખર લાભ થવા સંભવ છે. અરિહંત પ્રભુ સન્માર્ગદેશક હાવાથી, સિદ્ધ પરમાત્મા અવિનાશીપણાથી, આચાય મહારાજ શુદ્ધ આચા રના પાલનવર્ડ, ઉપાધ્યાય મહારાજ ઉત્તમ પ્રકારના વિનય ગુણવર્ડ અને સાધુ મહારાજ સન્માર્ગમાં સહાયક ગુણવડે ખાસ પૂજવા-માનવા–સત્કારવા ચેાગ્ય છે. દર્શન-સમકિત, જ્ઞાનઅર્થ ખાધ, ચારિત્ર-નિજગુણમાં સ્થિરતા અને ઇચ્છાનિરોધરૂપ તપના યથા સેવનથી પૂર્વે અનત આત્માએ પૂર્વક્ત અરિ હું તાર્દિક પદવી પામીને અવિચળ સુખશાન્તિને પામ્યા છે, વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં પામવાના છે, તેથી જ તે મુખ્યપણે આરાધ્ય છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૪]
ધર્મ રહસ્ય.
સહુને સ્વઆત્મા સમાન લેખી અને એટલી અનુકૂળતા સાચવવી. કાઇને સ્વાર્થવશ પ્રતિકૂળતા ઉપજાવવી નહીં.