________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી સમકિત, સમ્યકત્વ અથવા સમ્યગદર્શન. તત્વાર્થ–સર્વજ્ઞકથિત ભાવને યથાર્થ માનવા (જાણવા અને આદરવા બનતે ખપ કરવા ) રૂ૫ સમતિ દરેક મોક્ષાથી ભવ્ય આત્માએ અમૂલ્ય ચિતામણિ રત્નની જેમ યત્નથી સેવન કરવા યોગ્ય છે.
સર્વથા રાગ, દ્વેષ અને મોહજિત, નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રધારી તથા અનંતી શક્તિ પ્રાપ્ત થયેલ પરમાત્મા સર્વજ્ઞ કહેવાય છે. રાય રંકને ભેદભાવ રહિત જે એકાન્ત હિતકારી ઉપદેશ આપે છે તેવા શુદ્ધ દેવ, ગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેમણે બોધેલા સત્ય-હિતમાર્ગને યથાશક્તિ સેવવા પ્રમાદ રહિત પ્રયત્ન કરતા રહેવાથી સમકિતની પ્રાપ્તિ, રક્ષા અને પુષ્ટિ થવા પામે છે.
સમકિત સહિત કરાતી ધર્મકરણ મોક્ષદાયક બને છે. અજ્ઞાન, સંશય ને વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વ દેષ તજવાથી જ નિર્મળ સમ્યકત્વ ગુણ પ્રગટે છે. દુર્લભ ને અમૂલ્ય ચીજ પુન્યાગે ને પ્રયત્નોગે પામી તેને સાવધાનતાથી સાચવવામાં આવે તો જ તે ટકી રહે છે, અન્યથા તેને અળગી થઈ જતાં વાર લાગતી નથી. સમકિતને સાચવવા માટે ભારે કાળજી રાખવી ઘટે છે. સમકિતના ૬૭ બેલથી તે સિદ્ધ થઈ શકે છે. ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૦૯ ]
સૂત વચનામૃત-ઉત્તમ કરણ કરવાની કળા. જબ તું આ જગતમેં, લેક હસે તું રોય; એસી કરણ અબ કરે, તુમ હસે જગ રોય.” ૧