________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૭૧ ] શ્રી જિનમંદિરમાં દેવદર્શને આવનાર બંધુઓ
તથા બહેનોને નમ્ર સૂચના. ૧. સ્વચ્છ-ચોખા-સુઘડ વસ્ત્રાદિક પહેરીને જ પ્રભુદર્શન કરવા જવું.
૨. નિરિસહી પ્રમુખ દશ ત્રિકે અને પાંચ અભિગમ યથાર્થ સમજીને સાચવવા જાતે લક્ષ આપવું અને અણજાણને સમજાવી લક્ષ અપાવવું.
૩. દર્શન કરી રહ્યા બાદ ઘર ભણું જતાં પ્રભુને પુંઠ દઈ ચાલવું નહિ, પણ પા પગલે ચાલવું અથવા પડખાના બારણેથી નીકળવું.
૪. પુરુષોએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુએ જ ઊભા રહી દર્શન કરવાં, તેમજ ચૈત્યવંદનાદિક વખતે પણ એ વાત અવશ્ય લક્ષમાં રાખી શાસ્ત્રમર્યાદા કહી છે તેવી પાળવી.
પ. દેવદર્શન, પૂજા-ભક્તિ ખાસ જીવજયણાપૂર્વક થાય તેમ રાખવું. પ્રભુ આજ્ઞામાં ધર્મ કહે છે, આરતિ, પૂજાદિક સંધ્યા અવસરે જ કરી લેવાં ઘટે છે.
૬. શાન્ત અને મધુર સ્વરે જ પ્રભુસ્તુતિ કરવી. ૭. ગુરુ પ્રમુખને વિનય સાચવવા ન ભૂલવું.
૮. પ્રભુ સમીપે કહેવા ગ્ય ચેત્યવંદન, સ્તવન, સ્તુતિ પ્રમુખ દેરાસરમાં કહેવા અને બીજા પર્વ વિગેરેનું માહામ્ય બતાવનારા ચૈત્યવંદન પ્રમુખ સામાયિક, પ્રતિક્રમણ પ્રસંગે કહેવાં.