________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯ ] છે. નિર્દોષ શુદ્ધ આહાર ગષણાપૂર્વક લાવી આસક્તિ વગર ભોજન કરવું તે એષણસમિતિ છે. શરીર-ઉપકરણાદિક આંખવડે દેખી શોધીને લેવા-મૂકવાં તે આદાનનિક્ષેપણું સમિતિ છે. તથા મળ, મૂત્ર, કફ વિગેરે એવી નિર્દોષ-નિર્જીવ જગ્યામાં પરઠવવાં કે જેથી બીજા જીવોને ઘાત થાય નહીં, તેમજ અન્યને દુગછા ઉપજે નહીં તે પરિઝાપનિકા સમિતિ છે. ક્રોધાદિક ચાર કષાયનો નિગ્રહ કરે, મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવી, વિષયમાં દડતી પાંચ ઇન્દ્રિયોને વશ કરવી-કાળમાં રાખવી તે સંયમ છે. સંયમથી સમ્યદર્શન પુષ્ટ થવા પામે છે. સંયમ કલ્યાણને માર્ગ છે. સંયમ વગર જીવ દુર્ગતિ પામે છે. સંયમ વિનાની કેવળ બાહા કષ્ટકરણ સર્વ વૃથા છે. ઇન્દ્રિયને વશ રાખવી તે ઈન્દ્રિયસંયમ અને ત્રસ સ્થાવર સર્વ જીવોને સ્વ આત્મા સમાન લેખી તેમની રક્ષા કરવી તે પ્રાસંયમ. આ બંને પ્રકારના સંયમ વગર બાહ કરણ કણકર હાઈ વૃથા છે. સંસારમાં દુ:ખી થતા જીવને સંયમ વિના બીજુ કેઈ અન્ય શરણ નથી. જ્ઞાની પુરુષો તે પ્રમાદ તજી સાવધાનપણે સંયમનું સારી રીતે જાતે સેવન કરતા છતાં તેમની દુર્લભતા ને ઉપયોગિતાને ભવ્ય જનૈને ઉપદેશ દે છે કે સંયમ વગર જીવન નિષ્ફળ છે. સંયમ આ ભવમાં તથા પરભવમાં કલ્યાણકારી છે. સંયમ ગતિરૂપ સરોવરનું શોષણ કરવા સૂર્ય સમાન છે. સંયમવડે ભવભ્રમણનો નાશ થાય છે. તેના વગર ભવને અંત આવતો નથી. ક્રોધાદિ કષાય વડે આત્માને મલિન થવા ન દે તથા બાહ્યવ્યવહારથી સમિતિ અને ગુણિયુક્ત થઈ સાવધાનપણે તે તેને સંયમધર્મની પ્રાપ્તિ ને પુષ્ટિ થવા પામે છે. ઇતિશમ.
જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૪૦ ]